શોધખોળ કરો

Oscar 2023: 'નાટુ નાટુ' અને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' પહેલા ભારતને ક્યારે-ક્યારે મળ્યું ઓસ્કાર સન્માન, જાણો એક ક્લિકમાં

Oscar 2023: ભારતીય ફિલ્મ RRRની 'નાટુ નાટુ' અને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'એ ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. બાય ધ વે આ પહેલા પણ ભારતને ઘણી વખત ઓસ્કાર એવોર્ડ મળી ચુક્યો છે.

India Oscar Winners List: 95મી એકેડેમી એવોર્ડ્સ 13 માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાઈ હતી. એકેડેમી એવોર્ડને ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડનો એક છે. આ વર્ષ ઓસ્કાર 2023 ભારત માટે ખૂબ જ ખાસ રહ્યું છે. હકીકતમાં આ વર્ષે ભારતે બે ઓસ્કર જીતીને ઈતિહાસ રચ્યો છે.

જ્યારે સાઉથની ફિલ્મ 'RRR'ની 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો હતો, જ્યારે ગુનીત મોંગાની 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો હતો. આ પહેલા પણ ઘણી વખત ભારતીય ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશને ગૌરવ અપાવ્યું છે. ચાલો જાણીએ કે ભારતે કેટલી વાર ઓસ્કાર જીત્યો છે.

ભારતને કેટલી વાર ઓસ્કાર એવોર્ડ મળ્યો છે

ભારતમાંથી મહેબૂબ ખાન દ્વારા દિગ્દર્શિત 1957ની ફિલ્મ 'મધર ઈન્ડિયા'ને 30મા એકેડેમી પુરસ્કારો માટે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ કેટેગરીમાં પ્રથમ વખત નામાંકિત કરવામાં આવી હતી. જો કે તે ઈટાલિયન ફિલ્મ નાઈટ્સ ઓફ કેબિરિયા (1957) દ્વારા પરાજય પામી અને મધર ઈન્ડિયા ઓસ્કાર એવોર્ડ જીતવામાં ચૂકી ગઈ. આ પછી ઓસ્કાર મેળવનાર ભારતીય ફિલ્મોમાં આનો સમાવેશ થાય છે.

'ભાનુ અથૈયા'ને 1983માં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

સત્યજીત રેને 1992માં ઓસ્કારમાં માનદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રેસુલ પુકુટ્ટીને 2009માં 'સ્લમડોગ મિલિયોનેર' માટે શ્રેષ્ઠ સાઉન્ડ મિક્સિંગ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.

ગુલઝારને શ્રેષ્ઠ મૂળ ગીત (જય હો) માટે વર્ષ 2009માં ઓસ્કારનો ખિતાબ મળ્યો હતો.

એઆર રહેમાનને વર્ષ 2009માં બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બીજા બેસ્ટ ઓરિજિનલ સોંગ (જય હો) કેટેગરીમાં 'સ્લમ ડોગ મિલિયોનેર' માટે ઓસ્કાર મળ્યો હતો.

કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'એ વર્ષ 2023માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો છે.

સાઉથ ફિલ્મ RRR ના નાટુ-નાટુ ગીતે વર્ષ 2023માં શ્રેષ્ઠ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો છે.

આ પણ વાંચો: Oscar Award: RRRના નાટૂ-નાટૂ પહેલા આ ગીતે પણ જીત્યો છે ઓસ્કાર એવોર્ડ, જાણો સમગ્ર વિગત

Oscar Award 2023: 95માં ઑસ્કર ઍવોર્ડમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત નાટુ નાટુએ બેસ્ટ ઓરીજનલ સોંગ માટે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે જ્યારે 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' એ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર જીતીને ભારતને ગર્વ અપાવ્યું છે. ત્યારે આવો જાણીએ આ પહેલા હિન્દી સિનેમાના ક્યાં ગીતે ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો

જય હો ગીતે ઓસ્કાર કર્યો હતો પોતાના નામે 

ઓસ્કારમાં ફિલ્મ 'સ્લમડોગ'એ ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મે 8 એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. મુંબઈની ઝૂંપડપટ્ટી પર બનેલી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ને દસ અલગ-અલગ કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી, જેમાંથી આ ફિલ્મે આઠ એવોર્ડ જીત્યા હતા. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ઓરિજિનલ સ્કોર, બેસ્ટ સોંગ, બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ, બેસ્ટ ફિલ્મ એડિટિંગ અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, સ્લમડોગે આ તમામ કેટેગરીમાં બાઝી મારી હતી.

બેસ્ટ સોંગ ‘જય હો’ માટે ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

સંગીતકાર એ આર રહેમાને ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. તેને બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ સોંગ ‘જય હો’ માટે ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જય હો માટે તેની સાથે ગુલઝારને પણ પસંદ કરવામાં આવ્યા હતા. ડેની બોયલને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. આ ઓસ્કાર ઘણી રીતે ભારત માટે ખાસ હતો કારણ કે ભારતના મિર્ઝાપુરની રહેવાસી પિંકી પર બનેલી ટૂંકી ડોક્યુમેન્ટ્રી 'સ્માઈલ પિંકી'ને પણ ઓસ્કારથી નવાજવામાં આવી હતી.

ભારતના સંગીતકાર એ.આર. રહેમાન અને ગીતકાર ગુલઝારની જોડીએ વિશ્વને સ્તબ્ધ કરી દીધું. લોસ એન્જલસમાં જ્યારે ઓસ્કાર વિજેતાના નામની જાહેરાત થઈ રહી હતી ત્યારે આખો દેશ નિહાળી રહ્યો હતો. એવોર્ડની જાહેરાત થતાની સાથે જ ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને આખી દુનિયાએ રહેમાનને વધાવી લીધો હતો. પરંતુ રહેમાને આ પ્રસંગે તેની માતાને યાદ કરી હતી.તેના બે શબ્દોએ આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી નાખી હતી. ઓસ્કારના મંચ પરથી જય હો ગુંજ્યો અને દરેક ભારતીયનું સપનું પૂરું કર્યું. દિલના અવાજની જેમ જય હો એ સફળતાનો કરિશ્મા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget