Oscar Awards Ceremony: 'RRR' ના 'નાટુ નાટુ ' એ ઓસ્કારમાં રચ્યો ઈતિહાસ, ઓરીજીનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો
Oscar Awards Ceremony: ઓસ્કાર એવોર્ડ 2023 ભારત માટે ખાસ બનવા જઈ રહ્યો છે. પ્રથમ વખત ભારતને એકેડેમી એવોર્ડ્સમાં ત્રણ નોમિનેશન મળ્યા છે.
Natu Natu Oscar Award 2023: એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'એ ઓસ્કાર 2023માં ઈતિહાસ રચ્યો છે અને એવોર્ડ જીત્યો છે. આ સાથે આખો દેશ પણ ઉજવણીમાં ડૂબી ગયો છે. આ ગીતને ઓસ્કાર એવોર્ડ 2023ની શ્રેષ્ઠ ગીત શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું અને 'નાટુ નાટુ'એ આ યાદીમાં સામેલ 15 ગીતોને પાછળ છોડી દે છે.
'નાટુ નાટુ'ની ટીમ ઓસ્કાર જીત્યા બાદ આનંદથી ઝૂમી ઉઠી
બીજી તરફ 'નાટુ નાટુ'ને ઓસ્કાર એવોર્ડ મળ્યા બાદ ફિલ્મની આખી ટીમ ખુશીથી ઝૂમી ઉઠી. જુનિયર એનટીઆર, રામચરણ અને રાજામૌલી 'નાટુ-નાટુ' માટે એવોર્ડની જાહેરાત થતાં જ એકબીજાને ગળે લાગ્યા. આ એવોર્ડ જીતવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. નોંધનીય બાબત છે કે ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થનારું આ ભારતનું પહેલું ગીત છે. RRR ગીત 'નાટુ નાટુ' ગયા વર્ષે યુએસમાં રિલીઝ થયા બાદ વૈશ્વિક ઓળખ બનાવી હતી
RRR के 'नाटु नाटु' ने सर्वश्रेष्ठ ओरिजिनल सॉन्ग के लिए ऑस्कर जीता।#Oscars2023 pic.twitter.com/kOHQjairSb
— ANI_HindiNews (@AHindinews) March 13, 2023
'નાટુ નાટુ' ગીત એમએમ કીરવાણીએ કમ્પોઝ કર્યું છે
'નાતુ-નાતુ' ગીત એમએમ કીરાવાણી દ્વારા રચવામાં આવ્યું છે અને ચંદ્રબોઝે લખ્યું છે અને આ ગીત જુનિયર એનટીઆર અને રામચરણ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત હિન્દીમાં "નાચો નાચો", તમિલમાં "નટ્ટુ કૂથુ" અને કન્નડમાં "હલ્લી નાટુ" તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતે 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યો હતો.આ પહેલા નાટૂ નાટૂને પણ બેસ્ટ સોંગ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો.
'RRR' બે ક્રાંતિકારીઓની કાલ્પનિક વાર્તા છે
ફિલ્મ આરઆર વિશે વાત કરીએ તો, તે એક ઐતિહાસિક કાલ્પનિક ફિલ્મ છે જેમાં સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. 'RRR' ભારતમાં બ્રિટિશ શાસન સામે લડતા બે ક્રાંતિકારીઓની કાલ્પનિક વાર્તા કહે છે. રાજામૌલીએ કહ્યું હતું કે તેઓ નાટુ નાટુને "એક્શન સિક્વન્સ" તરીકે જોતા હતા. જેમાં બે સ્વાતંત્ર્ય સેનાનીઓ ડાન્સ દ્વારા બ્રિટિશ ઓફિસરને ઘૂંટણિયે લાવે છે.
View this post on Instagram