શોધખોળ કરો
લોકપ્રિયતામાં આલિયા-દીપિકાને પણ પાછળ છોડી નંબર વન એક્ટ્રેસ બની સાઉથની આ અભિનેત્રી
Most Popular Female Film Stars: ઓરમેક્સ સ્ટાર્સ ઈન્ડિયન લવ્સે બઝ પર આધારિત યાદી બહાર પાડી છે જેમાં ટોચની 10 અભિનેત્રીઓના નામનો સમાવેશ થાય છે.

ફોટોઃ સોશિયલ મીડિયા
1/12

Most Popular Female Film Stars: ઓરમેક્સ સ્ટાર્સ ઈન્ડિયન લવ્સે બઝ પર આધારિત યાદી બહાર પાડી છે જેમાં ટોચની 10 અભિનેત્રીઓના નામનો સમાવેશ થાય છે. જેમાં દક્ષિણ અને હિન્દી સિનેમાની અભિનેત્રીઓના નામ સામેલ છે. ભારતીય સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની લોકપ્રિયતા અલગ-અલગ કારણોસર છે. પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહેનાર અભિનેત્રીઓની યાદી સામે આવી છે.
2/12

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા ઓરમેક્સ મીડિયાએ લખ્યું હતું કે , 'ઓરમેક્સ સ્ટાર્સ ઇન્ડિયા લવ્સ: મોસ્ટ પોપ્યુલર ફીમેલ ફિલ્મ સ્ટાર્સ ઇન ઇન્ડિયા ઓક્ટોબર 2024
3/12

આ લિસ્ટમાં કેટરિના કૈફનું નામ 10માં નંબર પર છે. કેટરીનાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, જ્યારે તે જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ક્રિસમસ ફ્લોપ રહી હતી. તેમ છતાં કેટરીનાની લોકપ્રિયતા અકબંધ છે.
4/12

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ યાદીમાં 9મા નંબરે છે. રશ્મિકાની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો 'એનિમલ' અને 'ગુડબાય' હિટ રહી હતી. હવે આગામી ફિલ્મ પુષ્પા 2 છે જે 5મી ડિસેમ્બરે રિલીઝ થશે.
5/12

સાઈ પલ્લવીનું નામ આઠમા નંબર પર છે. 2026માં આવનારી ફિલ્મ રામાયણમાં સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે જેની સાથે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે.
6/12

2024 માં સ્ત્રી 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મોમાં સ્ત્રી 3 પણ છે. ઓરમેક્સની યાદીમાં તેને સાતમા નંબરે રાખવામાં આવ્યો છે.
7/12

આ યાદીમાં કાજલ અગ્રવાલ છઠ્ઠા નંબર પર છે. કાજલ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મ સિંઘમમાં પણ જોવા મળી છે.
8/12

આ યાદીમાં સાઉથની અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને પાંચમા નંબરે રાખવામાં આવી છે. ત્રિશાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
9/12

આ યાદીમાં ચોથા નંબર પર બોલિવૂડની લેડી સિંઘમ દીપિકા પાદુકોણ છે. તેની છેલ્લી રિલીઝ સિંઘમ અગેઇન હતી જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
10/12

જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરનાર અભિનેત્રી નયનતારા સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે. આ યાદીમાં તેનું નામ ત્રીજા નંબર પર રાખવામાં આવ્યું છે.
11/12

આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ બીજા સ્થાને છે. નાની ઉંમરમાં આલિયાએ પોતાની પ્રતિભાથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.
12/12

લોકપ્રિયતાના મામલામાં સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પ્રથમ નંબરે છે. તેની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ છે.
Published at : 22 Nov 2024 02:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
