Oscars 2024: કપડા પહેર્યા વગર જ આ એક્ટર ઓસ્કાર એવોર્ડ આપવા પહોંચ્યો, વીડિયો થયો વાયરલ
રેસલર અને હોલીવુડ અભિનેતા જોન સીનાએ ઓસ્કાર 2024માં બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેતા કપડા વગર એવોર્ડ આપવા સ્ટેજ પર પહોંચ્યો તે જોઈને બધાને આશ્ચર્ય થયું.
Oscars 2024: એકેડેમી એવોર્ડ્સ, જેને ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ફિલ્મ પુરસ્કાર સમારોહ છે જે માત્ર વિજેતાઓ માટે જ નહીં પરંતુ ઘણા કારણોસર સમાચારમાં રહે છે. થપ્પડ મારવાની ઘટના હોય કે સેલ્ફી, ઓસ્કાર એવોર્ડમાં ઘણી અજીબ વસ્તુઓ લોકોનું ધ્યાન ખેંચે છે. 96માં એકેડેમી એવોર્ડ્સમાં પણ કંઈક આવું જ થયું.
WWE કુસ્તીબાજ અને અભિનેતા જ્હોન સીનાએ ઓસ્કાર 2024માં બધાનું ધ્યાન ખેંચ્યું છે. જ્હોન સીના ફિલ્મ પીકેમાં આમિર ખાનની જેમ ઓસ્કાર એવોર્ડ સ્ટેજ પર કપડા વગર જોવા મળ્યો હતો, જે સમારોહની સૌથી મોટી ખાસિયત હતી.
વાસ્તવમાં, જ્હોન સીના 2024 ઓસ્કારમાં કોસ્ચ્યુમ ડિઝાઇન માટેનો એવોર્ડ રજૂ કરવા માટે ન્યૂનતમ કપડાંમાં પહોંચ્યો હતો. સ્ટેજ પર આવતા પહેલા જિમી કિમેલે એક જૂનો ઈતિહાસ યાદ કર્યો, જ્યારે એવોર્ડ રજૂ કરવાની વચ્ચે એક નગ્ન વ્યક્તિ સ્ટેજ પર દોડવા લાગ્યો. જીમી પ્રેક્ષકોને પૂછે છે કે શું તેઓને લાગે છે કે આવી વ્યક્તિ આજે આવશે. તે બધાને અગાઉથી ચેતવે છે કે કોઈ કપડા વગર એવોર્ડ આપવા જઈ રહ્યું છે.
Here’s how John Cena went from fully naked (!!!) to partially clothed while costume design nominees reel played. Jimmy Kimmel really did help. #Oscars pic.twitter.com/dZPA7qmbgf
— Chris Gardner (@chrissgardner) March 11, 2024
જોન સીના કપડા વગર સ્ટેજ પર આવતા ડરે છે. તે બેકસ્ટેજ પરથી જીમીને બોલાવે છે. તે કહે છે કે તે નગ્ન થઈ શકતો નથી. જીમી તેમને સમજાવે છે. પછી જ્હોન સીના સંમત થયો અને તેના પ્રાઈવેટ પાર્ટને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ એન્વેલપથી કવર કર્યા અને વિજેતાની જાહેરાત કરવા સ્ટેજ પર આવ્યા. જોન સીનાને આ રીતે જોઈને બધા જોર જોરથી હસવા લાગ્યા. અંતે જોન સીનાને પડદાથી ઢાંકી દેવામાં આવ્યો હતો. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
A naked John Cena and Jimmy Kimmel bicker on stage at the 2024 #Oscars pic.twitter.com/1JYd5qth6F
— The Hollywood Reporter (@THR) March 11, 2024
Margot Robbie reacting to John Cena at the #Oscars pic.twitter.com/ejeoh0QdFe
— Film Updates (@FilmUpdates) March 11, 2024
John Cena appearing naked at the Oscars. Isn't this craziness!?#Oscars pic.twitter.com/SasaLGwyRr
— 🅑🅔🅝🅘🅜🅜🅑🅞 (@benimmbo) March 11, 2024