શોધખોળ કરો
Advertisement
ધોમધખતા તાપમાં યુવાઓ સાથે ક્રિકેટ રમતી જોવા મળી આ એક્ટ્રેસ, જુઓ Video
નોર્થ મુંબઈ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર હાલમાં પ્રચારમાં વ્યસ્ત છે. એક્ટિંગથી નેતા બનેલ ઉર્મિલાની પ્રચાર કરવાની રીત ચર્ચામાં છે.
નવી દિલ્હીઃ નોર્થ મુંબઈ લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર હાલમાં પ્રચારમાં વ્યસ્ત છે. એક્ટિંગથી નેતા બનેલ ઉર્મિલાની પ્રચાર કરવાની રીત ચર્ચામાં છે. ઉર્મિલા નોર્થ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચી હતી. અહીં સહ્યાદ્રી નગરના કેટલાક યુવા ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમી રહ્યા હતા. ઉર્મિલાએ પણ તેમની સાથે મેચ રમવા લાગી હતી. આ પહેલા ઉર્મિલાએ બોરીવલી વિસ્તારમાં રિક્ષામાં પ્રચાર કર્યો હતો.
ઉર્મિલા માતોંડકરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પણ શૅર કર્યો છે. આ વિડીયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘થોડા દિવસોથી મારી પાસે IPL જોવાનો સમય નથી. આ કારણે, થોડા યુવાનો સાથે’.
નોંધનીય છે કે આ પહેલા ઉર્મિલાએ બોરીવલીમાં રિક્ષામાંથી પ્રચાર કર્યો હતો. આટલું જ નહીં તેણે ઝૂંપડપટ્ટીઓના બાળકો સાથે પણ થોડો સમય પસાર કર્યો હતો. ઉર્મિલાનો મુકાબલો બીજેપીના ઉમેદવાર અને હાલના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement