શોધખોળ કરો
અરમાન-અનિસા મેરેજ: ભાઈ લગ્નમાં કરિના, કરિશ્માનો જોવા મળ્યાં હટકે અંદાજ, કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી
બોલીવુડના કપૂર પરિવાર સાથે જોડાયેલા અરમાન જૈન અને અનિસા મલ્હોત્રા આખરે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. બંને ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

મુંબઈ: બોલીવુડના કપૂર પરિવાર સાથે જોડાયેલા અરમાન જૈન અને અનિસા મલ્હોત્રા આખરે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. બંને ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અરમાનના પિતા મનોજ જૈન એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે અને તેની માતા રીમા કપૂર હોમમેકર છે. રીમાના પિતા રાજ કપૂર ઈન્ડસ્ટ્રીઝના ફેમસ ડિરેક્ટર અને નિર્માતા રહ્યા છે. અરમાનના આ હાઈપ્રોફાઈલ મેરેજમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
નોંધપાત્ર છે કે, આ મેરેજનાં ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. કરીનાની પણ ઘણી તસવીરો વાયરલ થઈ છે જેમાં તે તૈમૂર, સૈફ અને કરિશ્મા સાથે લગ્નની જાનમાં પહોંચી હતી.
અનિલ કપૂર તેમની ચીર પરિચિત સ્માઈલ સાથે બ્લેક સુટમાં પહોંચ્યા હતા. તેમણે મેચિંગ ટાઈ અને શૂઝ પહેર્યાં હતા.
અંબાણી પરિવારના આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે અરમાનના લગ્નમાં જોવા મળ્યાં હતાં. આકાશે આ પ્રસંગે બ્લેક આઉટફિટ્સ પહેર્યા હતા અને શ્લોકાએ એક સુંદર લહેંગા પહેર્યો હતો.
કિયારા અડવાણી એ પણ સફેદ આઉટફિટમાં લગ્નમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે સફેદ ગાઉનમાં જોવા મળી હતી.













વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ગુજરાત
ગુજરાત
Advertisement