શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂતના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યું દુખ, કહ્યું- તેમના નિધનથી સ્તબ્ધ છું
બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની વયે મુંબઈના પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની વયે મુંબઈના પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. બોલીવૂડ અભિનેતાના નિધન પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યું, 'સુશાંત સિંહ રાજપૂત... બ્રાઇટ યંગ એક્ટર જલ્દી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. મનોરંજનની દુનિયામાં તે જે રીતે આગળ આવ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેણે ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ફેન્સને મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ.' રાજનાથ સિંહે દુખ વ્યક્ત કરતા કહ્યું, 'હિંદી ફિલ્મોના યુવા કલાકાર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચાર સ્તબ્ધ કરનારા છે. તેમની અભિનય ક્ષમતા, પ્રતિભા અને કૌશલના લોકો કાયલ હતા. તેમનું આ રીતે જવું પીડાદાયક છે અને આ ફિલ્મજગત માટે એક મોટું નુકશાન છે. ઈશ્વર તેમના પરિવાર અને પ્રશંસકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.' કેંદ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'મારી પાસે શબ્દો નથી, સમજમાં નથી આવી રહ્યું તે આપે શા માટે આવું કર્યું. એક ઉજ્જવળ યુવા તરીકે બાલાજી માટે આવ્યો હતો એક સ્ટાર બન્યો જેણે રાષ્ટ્રને પોતાના કાયલ બનાવ્યા. તમે એક લાબા સફર પૂર્ણ કરી હતી અને હજુ ઘણુ દૂર જવાનું હતું. તમે જલ્દી જતા રહ્યા. સુશાંત સિંહ રાજપૂત તમારી યાદ આવશે.'
વધુ વાંચો





















