શોધખોળ કરો
Advertisement
બહેન રંગોલીના સમર્થનમાં બનાવવામાં આવેલા વીડિયોને લઈ કંગના રનૌત સામે પોલીસમાં ફરિયાદ દાખલ
પોતાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલના વિવાદિત ટ્વિટના પક્ષમાં એક્ટ્રેસ કંગના રનૌત દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા વીડિયો નિવેદનમાં કરવામાં આવેલી આપત્તિજનક વાતો વિરૂદ્ધમાં મુંબઈમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મુંબઈ: પોતાની બહેન અને મેનેજર રંગોલી ચંદેલના વિવાદિત ટ્વિટના પક્ષમાં એક્ટ્રેસ કંગના રનૌત દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલા વીડિયો નિવેદનમાં કરવામાં આવેલી આપત્તિજનક વાતો વિરૂદ્ધમાં મુંબઈમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ મુંબઈના અમ્બોલી પોલીસ સ્ટેશનમાં વકીલ અલી કાશિફ ખાને દાખલ કરાવી છે.
વકીલ અલી કાશિફ ખાનએ એબીપી ન્યૂઝ સાથે ફોન પર વાત કરતા કહ્યું કે કંગનાએ પોતાની બહેન રંગોલીના બચાવમાં એક એવો વીડિયો બનાવ્યો હતો, જેની ભાષા ઘણી આપત્તિજનક છે અને તેના આ વીડિયોમાં એક નિવેદનમાં એક સમાજ વિશેષને નિશાન બનાવતા તેમના માટે 'આતંકવાદી' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અલી કાશિફ ખાને કહ્યું 'આ વીડિયોમાં એક આતંકવાદીને આતંકવાદી ન કહી શકીએ?' જે રીતે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક સમુદાય વિશેષને બદનામ કરવાની સાથે જાણી જોઈને ધાર્મિક સૌહાર્દ બગાડવાની કોશિશ છે.
વકીલ અલી કાશિફ ખાને પોતાની લેખિત ફરિયાદમાં કંગના રનૌતની સામે આઈપીસી ધારા 153એ 153બી,295એ,298 મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉત્તરપ્રદેશના મુરાદાબાદના એક વિસ્તારની બસ્તીમાં કોરોના ટેસ્ટ કરવા માટે પહોંચેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ પર કેટલાક લોકો દ્વારા પથ્થરબાજી કરવામાં આવી હતી. આ હુમલામાં ઘણા સ્વાસ્થ્ય કર્મચારીઓ ઘાયલ થયા હતા. ત્યારબાદ કંગનાની બહેન રંગોલીએ આપત્તિજનક ટ્વિટ કરતા એક ખાસ સમાજના લોકો દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલો કરવાને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું અને હમલાવરોને આતંકવાદી ગણાવ્યા હતા. રંગોલી આટલે થી નહોતી અટકી તેણે હુમલા કરનારાઓને જાહેરમાં ગોળીઓથી ઉડાવી દેવાની વાત કરી હતી. તેના આ ટ્વિટ બાદ ધમાલ થઈ હતી અને હંગામાં વચ્ચે ટ્વિટરે રંગોલી ચંદેલનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું હતું.
બાદમાં કંગનાએ રંગોલી દ્વારા કહેવામાં આવેલી આપત્તિજનક વાતોને લઈને એક વીડિયો નિવેદન જાહેર કર્યું હતું, જેમાં રંગોલીની કહેવામાં આવેલી દરેક વાતનો કંગના બચાવ કરતી જોવા મળે છે. આ વીડિયોને લઈને કંગના સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે વકીલ અલી કાશિફ ખાને રંગોલી સામે પણ અમ્બોલી પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement