1990ની હૉટ એક્ટ્રેસ તરીકે જાણીતી થયેલી હીરોઇન પુજા ભટ્ટ હાલમાં કેટલીક ફિલ્મોનું નિર્માણ કરી રહી છે. પુજા ભટ્ટનું કહેવું છે કે, તે મહિલાઓને અલગ રીતે જુએ છે, તેમની કામુકતા અને સુંદરતાનો ઉપયોગ તે ક્યારેય ખરાબ રીતે નથી કરતી.
2/5
વરિષ્ટ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની દીકરી પુજા ભટ્ટે કહ્યું કે, મારુ સેન્સર બોર્ડ મારી દીલ અને દિમાગ છે. અમારા દર્શકો એવુ કહે છે કે મારી ફિલ્મોમાં મહિલાઓ બૉલ્ડ અને કામુક હોય છે, પણ તે ક્યારેય અસભ્ય નથી હોતી. હું ક્યારેય કોઇ મહિલાના શરીરને ખરાબ રીતે રજૂ નથી કરતી, હું તેમનો ખરાબ ઉપયોગ નથી કરતી.
3/5
4/5
ઉલ્લેખનીય છે કે, પુજા ભટ્ટે આ નિવેદન એકતા કપૂરની રાગિની એમએમએસ 2 અને જિસ્મ 2ને લઇને આવ્યુ હોવાનું મનાય છે. આ ફિલ્મોમાં મહિલાઓને કાસ્ટ કરવામાં આવી છે.
5/5
મુંબઇઃ હાલમાં બૉલીવુડમાં મહિલાઓની સેફ્ટી અને સિક્યૂરિટીને લઇને ચર્ચા ચાલી રહી છે, ફિલ્મોમાં મહિલાઓની ભૂમિકા અને તેને લઇને કરવામાં આવતી ટિપ્પણીથી એક્ટ્રેસ પુજા ભટ્ટ નારાજ છે. જિસ્મ અને કેબરેટ જેવી ફિલ્મો બનાવી ચૂકેલી પુજા ભટ્ટે મહિલાઓને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે.