શોધખોળ કરો
Advertisement
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર આ અભિનેત્રીએ બોમ્બે હાઈકોર્ટમાં કર્યો કેસ, જાણો શું છે મામલો
પોલીસે રાજ કુન્દ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરી દેતા પૂનમે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. આ મામલો એક કોન્ટ્રાક્ટને લઈને છે, જેના પર વિવાદ શરૂ થયો છે.
મુંબઈ: અભિનેત્રી પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે. પોલીસે રાજ કુન્દ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો ઈનકાર કરી દેતા પૂનમે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. આ મામલો એક કોન્ટ્રાક્ટને લઈને છે, જેના પર વિવાદ શરૂ થયો છે.
રિપોર્ટ અનુસાર આ મામલો પૂનમ પાંડે દ્વારા Armsprime Media સાથે 2019માં સાઈન કરવામાં આવેલા એક કોન્ટ્રાક્ટને લઈને શરૂ થયો હતો. આ કંપની એક એપ બનાવવાની હતી. જેનાથી થનારો પ્રોફિટનો એક ભાગ પૂનમને મળવાનો હતો.
પૂનમ પાંડેનું કહેવું છે કે, આ કૉંન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો જ્યારે તેને ખબર પડી કે પ્રોફિટની શેરિંગને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. આ કૉન્ટ્રાક્ટથી બહાર આવતા જ તેના પ્રાઈવેટ નંબર પર ફોન આવતા હતા, જેમાં તેની પાસે અલગ અલગ પ્રકારના અનુરોધ કરવામાં આવતા હતા. પૂનમે જણાવ્યું કે તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ તેઓએ રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે પૂનમ પાંડે પોતાની બોલ્ડનેસના કારણે જાણીતી છે, ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement