શોધખોળ કરો
આ જાણીતી સિંગરનું રોડ અકસ્માતમાં નિધન, અમેરિકાથી શો કરીને ઘરે આવતી‘તી
મુંબઈ-નાસિક હાઈવે પર શાહપુર ગામ પાસે તેની કાર એક ઓઈલ ટેન્કર સાથે ટકરાઈ ગઈ.

નવી દિલ્હીઃ મરાઠી ફિલ્મ ઉદ્યોગની જાણીતી ગાયક ગીતા માલીનું રોડ અકસ્માતમાં મોત થયું છે. અહેવાલ અનુસાર ગીતા અમેરિકાથી પોતાનો શો ખત્મ કરીને ગુરુવારે ભારત આવી હતી. બાદમાં તે પોતાના પતિ વિજય માલી સાથે પોતાના નાસિક સ્થિત ઘરે જવા માટે નીકળી હતી. મુંબઈ-નાસિક હાઈવે પર શાહપુર ગામ પાસે તેની કાર એક ઓઈલ ટેન્કર સાથે ટકરાઈ ગઈ.
આ અકસ્માતમાં ગીતા અને તેના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં બન્નેને શાહપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગીતા માલીને મૃત જાહેર કરવામાં આવી હતી. ગીતાના પતિ વિજયની સ્થિતિ હાલમાં પણ ગંભીર છે.
અમેરિકાથી મુંબઈ પહોંચીને ગીતાએ એક સેલ્ફી પણ લીધી હતી અને ફેસબૂક પર અપલોડ કરી લખ્યું હતું કે, જનની જન્મભુમિ સ્વર્ગથી પણ મહાન છે. લાંબા સમય બાદ ઘરે પરત ફરીને ખુશ છું.
ગીતાએ અનેક મરાઠી ફિલ્મો માટે ગીતો ગાયા છે. એ સિવાય તેણે ગંગા મ્યૂઝિકલ બેન્ડ પણ બનાવ્યું હતું. ગીતા તેના પતિ સાથે અમેરિકાના ન્યૂયોર્કમાં કાર્યક્રમ પુરો કરીને ગુરુવારે ભારત આવી હતી. બંન્નેને 12 વર્ષનો એક દીકરો પણ છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement
