કઈ હૉટ એક્ટ્રેસના પતિની પોર્નોગ્રાફી કેસમાં થઈ ધરપકડ ? યંગ એક્ટ્રેસને નગ્ન થવાનું કહીને શું કરેલું ?
પોલીસ પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે અને આ કેસમાં તેને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આ અગાઉ પણ રાજ કુન્દ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યો હતો.
મુંબઇઃ બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર હવે મોટી આફત આવી પડી છે. મુંબઈની ક્રાઈમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કન્દ્રાની સોમવારે રાત્રે ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પબ્લિશ કરવાના ગંભીરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે પોલીસ પાસે રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરતા પુરાવા છે અને આ કેસમાં તેને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. આ અગાઉ પણ રાજ કુન્દ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલ તેની પૂછપરછ કરી રહી હતી.
રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો આરોપ લાગ્યો છે, આ પહેલા બૉલીવુડ હૉટ અભિનેત્રી ગણાતી પૂન પાંડે પણ રાજ કુન્દ્રા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ તેની ઉપર તથા તેના સહયોગી સામે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપની તેની તસવીરોનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. જોકે બાદમાં રાજ કુંદ્રાએ આ મુદ્દે પોતાની ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે જે કંપની પર અશ્લિલ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે, તે તેણે છોડી દીધી છે. એક્ટ્રેસને આ રાજ કુન્દ્રાએ નગ્ન થઇને પૉઝ આપવાનુ કહ્યુ હતુ, જેની એક્ટ્રેસે ચોખ્ખી ના પાડી દીધી હતી.
દોષી ઠરશે તો થશે આકરી સજા-
આવા કેસોમાં હંમેશા આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ અને આઇપીસીની કલમોમાં કેસ નોંધવામાં આવે છે. આરોપ સિદ્ધ થયા બાદ લાંબી અને સખત સજા મળી શકે છ ે. પોર્નોગ્રાફી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટના કેસમાં ભારત દેશનો કાયદો કડક છે. આવા કેસોમાં ફસાનારા લોકો વિરુદ્ધ આઇપીસીની કેટલીય કલમો અંતર્ગત રજિસ્ટર થાય છે અને સાથે જ અશ્લી કન્ટેન્ટને પબ્લિશ કરવા કે ડિસ્ટ્રીબ્યૂટ કરવા પર એન્ટી પોર્નોગ્રાફી લૉ પણ લાગુ થાય છે.
બીજાઓના પોર્ન વીડિયો બનાવનારા કે તેને પબ્લિશ કરનારા કે તેને ડિસ્ટ્રીબ્યૂટ કરનારાઓને આ લૉ અંતર્ગત સખત સજા મળી શકે છે. આ અતંર્ગત આવનારા કેસોમાં આઇટી (સંશોધન) કાયદો 2008ની કલમ 67 (એ) અને આઇપીસીની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 અંતર્ગત સજાની જોગવાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગુનાને ગંભીરતાને જોઇને સજા આપવામાં આવે છે. જો કોઇ આરોપી પહેલીવાર આ કેસોમાં દોષી નીકળ્યો છે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા કે 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ખાસ વાત છે કે, જેમ જેમ પોલીસે તપાસ કરી તેમ તેમ રાજ કુન્દ્રાનુ નામ સામે આવ્યુ, આ જ રીતે પોલીસ આ કેસમાં પહેલા કેટલાય બીજા લોકોની ધરપકડ કરી ચૂકી છે.
બિઝનેસમેન છે રાજ કુન્દ્રા-
વર્ષ 1975માં બ્રિટનમાં જન્મેલો રાજ કુંદ્રા એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખ ધરાવે છે. જોકે, તેની ઓળખ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે થઈ રહી છે. રાજ કુંદ્રાને વર્ષ 2004માં એક બ્રિટીશ સામયિકે સૌથી શ્રીમંત એશિયાઈ બ્રિટીશની યાદીમાં 198મું સ્થાન આપ્યું હતું. તે 10 કરતાં વધારે કંપનીનો માલિકી હક અથવા હિસ્સેદારી ધરાવે છે. રાજ એક બિઝનેસમેન છે અને ચોક્કસપણે તેની કમાણી અબજોમાં થશે.ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે તેની પાસે 400 મિલિયન ડોલરની સંપત્તિ છે.