શોધખોળ કરો
Advertisement
નેગેટિવ રિવ્યૂ બાદ પણ ‘સાહો’ની વિદેશમાં જબરજસ્ત કમાણી, અમેરિકામાં પ્રથમ દિવસે કરી આટલી કમાણી
350 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ સાહો શુક્રવારે ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. એક્શનथी ભરપૂર આ ફિલ્મને ક્રિટિક્સ નેગેટિવ પ્રતિક્રિયા મળી રહી છે,
નવી દિલ્હી: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની 350 કરોડ રૂપિયામાં બનેલી ફિલ્મ સાહો શુક્રવારે ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. એક્શનथी ભરપૂર આ ફિલ્મને ક્રિટિક્સ નેગેટિવ પ્રતિક્રિયા મળી રહી છે, તેની વચ્ચે સાહોએ અમેરિકા બોક્સ ઓફિસ પર 10 લાખ ડોલર્સથી પણ વધુ કમાણી અત્યાર સુધી કરી લીધી છે.
સાહોએ અમેરિકામાં 1 મિલિયન ડોલર્સ એટલે કે 10 લાખ ડોલર્સથી પણ વધારે કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને અમેરિકાના બોક્સઓફિસ પર સાહોની કમાણી અંગે જાણકારી આપી હતી. વિદેશની સાથે દેશમાં પણ આ ફિલ્મનું શરૂઆતનું સારું પ્રદર્શન કરી શકે છે.
બીજી ભાષાઓની વાત કરીએ તો આંધપ્રદેશ અને તમિલનાડુમાં પણ તેનું ફેન ફોલોઈંગ વધારે છે અને રિપોર્ટ્સ અનુસાર અહીં 75 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મે રિલીઝ પહેલા જ રાઈટ્સ અને અન્ય વસ્તુ થકી 333 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.
આ ફિલ્મ દેશભરમાં 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. નોર્થ ઈંડિયામાં લગભગ 4500 અને તેલંગણા-આંધપ્રદેશમાં 2000થી પણ વધુ સ્ક્રીન્સ મળી છે. આ ફિલ્મમાં પ્રભાસ, શ્રદ્ધા, જેકી શ્રોફ, મહેશ માંજરેકર ઉપરાંત ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement