પ્રિયંકા 3 ડિસેમ્બરે નિક સાથે ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરશે. લગ્નની બન્ને વિધિઓ ઉમેદ ભવન પેલેસમાં જ થશે. જોધપુરમાં હાલ લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સપ્તાહના અંતમાં નિક પોતાના પરિવાર સાથે ભારત આવશે.
2/5
થોડા મહિના પહેલા પ્રિયંકા-નિકની સગાઈ થઈ હતી. આ ઉપરાંત અમેરિકામાં તાજેતરમાં જ પ્રિયંકાની પ્રી વેડિંગ પાર્ટી યોજાઈ હતી.
3/5
2 ડિસેમ્બરે હિંદુ રિવાજથી પ્રિયંકાના લગ્ન થશે.નિક લગ્નના સંગીત ફંકશનમાં ઇન્ટરનેશનલ અને બોલીવૂડ ગીતો પર ડાન્સ કરશે. નિક પ્રિયંકાના ગીત 'ગલ્લા ગુડિયા અને પિંગા' પર ડાન્સ કરવાનો છે. સંગીત સેરેમનીની પરફોર્મન્સ કોરિયોગ્રાફ્રી ગણેશ હેગડે કરશે.આ ઉપરાંત પ્રિયંકા અને નિક બન્ને સાથે પણ પરફોર્મ કરવાના છે. પ્રિયંકાના લગ્નના ફંકશન ત્રણ દિવસ સુધી ચાલશે.
4/5
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્નના વિવિધ ફંકશનો 29 નવેમ્બરથી શરૂ થઇ જશે, જે 2 ડિસેમ્બર સુધી ચાલશે. પ્રિયંકા ૨૮ નવેમ્બરે લગ્ન માટે જોધપુર રવાના થશે. પ્રિયંકા હિંદુ અને ક્રિશ્ચિયન એમ બન્ને વિધિથી લગ્ન કરવાની છે. તેમના શાહી લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં થશે.
5/5
નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં કોંકણી અને પંજાબી એમ બે રીત રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. પ્રિયંકા પણ દીપિકા પાદુકોણની માફક બે વિધિથી લગ્ન કરવાની છે. તે હિંદુ અને ક્રિશ્ચ્યન રિવાજથી લગ્ન કરશે.