(Source: ECI/ABP News/ABP Majha)
બૉલીવુડની આ હૉટ હસીના કરશે હૉલીવુડમાં એન્ટ્રી, મળી આ ખાસ ફિલ્મની ઓફર, જાણો
એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાને એક ઇન્ટરનેશનલ ફિલ્મ માટે એપ્રૉચ કરવામાં આવ્યો છે. જેમાં તે ભારતીય મૂળની એક શાહી ઘુડસાલની માલકીનની ભૂમિકા નિભાવતી દેખાશે,
મુંબઇઃ એકદમ સુંદર અને સ્ટાઇલિશ દેખાનારી એક્ટ્રેસ ઋચા ચઢ્ઢા આજે બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાંની એક છે. હિન્દી ફિલ્મોમાં તેને પોતાના અલગ અંદાજથી કામ કર્યુ છે, એક્ટ્રેસે ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યુ છે અને હિટ પણ સાબિત થઇ છે. હવે તેના આ કામને લઇને હૉલીવુડની ઓફર મળી છે.
રિપોર્ટ્સ છે કે એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાને એક ઇન્ટરનેશનલ ફિલ્મ માટે એપ્રૉચ કરવામાં આવ્યો છે. જેમાં તે ભારતીય મૂળની એક શાહી ઘુડસાલની માલકીનની ભૂમિકા નિભાવતી દેખાશે, કહેવામાં આવી રહ્યું છે કે, પોતાના હૉલીવુડ પ્રૉજેક્ટ માટે ઋચા ચઢ્ઢાએ પોતાની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. હાલના દિવસોમાં એક્ટ્રેસ ઘોડેસવારની પ્રેક્ટિસ કરી રહી છે.
આ પહેલા ઋચા ચઢ્ઢાના બૉયફ્રેન્ડ તથા એક્ટર અલી ફઝલ પણ એક બિગ બજેટ ફિલ્મમાં દેખાયો હતો, જેના કેટલાય પૉસ્ટર્સ અને વીડિયો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા હતા. આ ફિલ્મમાં તેને એક અલગ જ ભૂમિકા નિભાવી હતી. તેની એક્ટિંગની ઋચા ચઢ્ઢાએ ખુબ પ્રસંશા કરી હતી. આ પછી એવુ કહેવાઇ રહ્યું હતુ કે હૉલીવુડમાં પોતાના બૉયફ્રેન્ડ અલી ફઝલની સફળતા બાદ જ ઋચા ચઢ્ઢાએ પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મોની ઓફર મળવા લાગી.
ઋચા ચઢ્ઢાના વર્કફ્રન્ટની વાત કરીએ તો , તે કૉમેડી ફ્રેન્ચાઇઝી ‘ફૂકરે 3’માં પોતાના મુખ્ય રૉલમાં દેખાશે. આ ફિલ્મનુ શૂટિંગ દિલ્હીમાં થઇ રહ્યું છે. આ ફિલ્મમા તે પોતાના પાર્ટનર અલી ફઝલ સાથે દેખાશે.
આ પણ વાંચો........
કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ
તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન
રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ