Pushpa 2: 17માં દિવસે પણ પુષ્પા 2નો દબદબો યથાવત,રેકોર્ડ બ્રેક કમાણી, 1500 કરોડનો આંકડો કર્યો પાર
Pushpa 2: 'પુષ્પા 2: ધ રૂલ' એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 1500 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. તે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 1500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે.
Pushpa 2 Box Office Collection Day 17: 'પુષ્પા 2: ધ રૂલ'ને રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા છે પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર દબદબો જાળવી રાખ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પહેલા દિવસથી જ તે દરરોજ રેકોર્ડ કલેક્શન કરી રહી છે. ત્રીજા સપ્તાહ સુધીમાં ફિલ્મનું કલેક્શન ઘટવા લાગ્યું હતું પરંતુ હવે ત્રીજા શનિવારે ફિલ્મની કમાણી ફરી વધી છે.
સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' એ પહેલા અઠવાડિયામાં 725.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં ફિલ્મનું કુલ કલેક્શન 264.8 કરોડ રૂપિયા હતું. ત્રીજા ગુરુવારે (15માં દિવસે) ફિલ્મે 17.65 કરોડ રૂપિયા અને 16માં દિવસે 14.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે 17માં દિવસે 'પુષ્પા 2: ધ રૂલ'ની કમાણી વધી છે અને ફિલ્મે 25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
View this post on Instagram
'બાહુબલીઃ ધ કન્ક્લુઝન'નો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો
'પુષ્પા 2: ધ રૂલ' એ ડોમેસ્ટીક બોક્સ ઓફિસ પર 17 દિવસમાં કુલ 1029.9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 17માં દિવસે પણ ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન'નો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે. પ્રભાસની આ ફિલ્મ 2017માં સ્ક્રીન પર રિલીઝ થઈ હતી અને તેણે ભારતમાં 1030.42 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. 'બાહુબલી: ધ કન્ક્લુઝન'નો રેકોર્ડ તોડીને 'પુષ્પા 2: ધ રૂલ' ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં ટોચ પર છે.
વિશ્વભરમાં 1500 કરોડનો આંકડો પાર કર્યો
'પુષ્પા 2: ધ રૂલ' એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 1500 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. તે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 1500 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.