રાહુલના પ્રથમ લગ્ન તેની બાળપળની મિત્ર શ્વેતા સિંહ સાથે થયા હતા. શ્વેતા સિંહે રાહુલ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બંનેના લગ્નનો અંત આવ્યો હતો. બાદમાં રાહુલે સ્વયંવર શોમાં કોલકાતાની ડિમ્પી ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા મહિનાઓ બાદ ડિમ્પીએ તેના પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. લગ્નના ચાર મહિના બાદ બંને અલગ થયા અને તલાક બાદ રાહુલની જિંદગીમાં નતાલ્યાની એન્ટ્રી થઈ હતી.
2/3
એક રિપોર્ટ્ અનુસાર, રાહુલ મહાજને નતાલ્યા સાથે માલાબાર હિલ પર સ્થિત એક મંદિરમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં રાહુલના પરિવારના સભ્યો અને અંગત લોકો જ સામેલ થયા હતા. રાહુલ મહાજને કહ્યું, મે પહેલા બે લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા હતા, પરંતુ તે સબંધો તૂટી ગયા હતા. એટલા માટે હું આ વખતે કોઈ દેખાવો કરવા નથી માંગતો.
3/3
મુંબઈ: ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજન ફરી એક વખત ચર્ચામાં છે. રાહુલ મહાજન પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે. 43 વર્ષના રાહુલ મહાજને પોતાનાથી 18 વર્ષ નાની કઝાકિસ્તાની મોડલ નતાલ્યા ઈલીના સાથે લગ્ન કર્યા છે. 20 નવેમ્બરના એક પ્રાઈવેટ સેરેમનીમાં રાહુલે નતાલ્યા સાથે ભારતીય રીતિ-રિવાજ મૂજબ સાત ફેરા લીધા હતા.