શોધખોળ કરો

Exclusive: પોર્ન વીડિયો મામલે પતિ રાજ કુંદ્રાની ધરપકડથી પરેશાન શિલ્પા શેટ્ટીએ લીધો આ મોટો નિર્ણય

અશ્લિલ ફિલ્મોની શુટિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો.

મુંબઈઃ પોર્ન વીડિયો બનાવવાના રેકેટના એક કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવેલ પતિ રાજ કુંદ્રાની ગઈકાલે રાતે થયેલ ધરપકડથી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી એટલી પરેશાન છે કે તેણે ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’નું શૂટિંગ ટાળી દીધું છે.

એબીપીને એક વિશ્વસનીય સૂત્રએ નામ ન આપવાની શરતે કહ્યું કે, “સોમવાર સુધી એ નક્કી હતું કે આજે શિલ્પા શેટ્ટી જજ તરીકે ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર’ની ચોથી સીઝનના બે એપિસોડ્સનું શૂટિંગ કરશે. પરંતુ જેવી જ રાતે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડના અહેવાલ સામે આવ્યા, શિલ્પા શેટ્ટીએ શોના શૂટિંગનો ઇરાદો બદલી નાંખ્યો.”

નોંધનીય છે કે, બિઝનેસ મેન અને બાલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે અશ્લિલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ પર તેને પબ્લિસ કરવાનો આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

અશ્લિલ ફિલ્મોની શુટિંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. અને આ મામલે તપાસ શરૂ કરી હતી. અશ્લિલ ફિલ્મની શૂટિંગને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચ અનુસાર રાજ કુંદ્રા સમગ્ર મામલે માસ્ટર માઈંડ હતો.

કેંદ્રિન નામની એક કંપની જેનું રજિસ્ટ્રેશન યુકેમાં કરવામાં આવ્યું હતુ. તે ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લિલ ફિલ્મો પબ્લિશ કરતી હતી. આ કંપની રાજ કુંદ્રાએ બનાવી હતી. અને વિદેશમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેથી સાઈબર લોથી બચી શકે.

માહિતી એવી પણ મળી છે કે રાજ કંદ્રાના પરિવારના લોકો જ આ કંપનીના ડાયરેક્ટર્સ હતા. આ કંપની સર્વર્સ પર મુંબઈ અથવા તો ભારતના અન્ય શહેરો પર શુટ કરવામાં આવેલ અશ્લિલ વીડિયોને અપલોડ કરતી હતી. અને વી ટ્રાંસફરના માધ્યમથી વીડિયો મોકલવામાં આવતા હતા.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ અનુસાર રાજ કુંદ્રાએ આ બિઝનેસમાં 10 કરોડનું રોકાણ કર્યુ હતુ. કુંદ્રા કેંદ્રિન કંપની સાથે જોડાયેલા હતા. પરંતુ સીધુ લિંક ન હોવાથી ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોતરાઈ હતી.

ઉમેશ કામત નામના એક વ્યક્તિની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ વધારી હતી. જેમાં પૂરાવાના આધારે ક્રાઈમ બ્રાંચને જાણવા મળ્યું હતુ કે આઠથી દસ કરોડનું ટ્રાંજેક્શન થયું છે. જે બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચે રાજ કુંદ્રાને ઓફિસ બોલાવીને તેની પૂછપરછ કરીને તેની ધરપકડ કરી હતી.

આજે રાજ કુંદ્રાને મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, આ મામલે બીજા મોટા નામ પણ સામે આવી શકે છે. આ વિશે રાજ કુંદ્રાની પૂછપરછ પણ કરવામાં આવશે. લોકડાઉનમાં આ બિઝનેસનું ચલણ વધ્યું હતું અને ખૂબ વીડિયો બનાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, રાજ કુંદ્રા વિરૂદ્ધ પુરતા પુરાવા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Embed widget