પોર્ન ફિલ્મો માટે રાજ કુન્દ્રા વૉટ્સએપમાં કોની સાથે કરતો હતો ચેટ, ને આનાથી રોજની કેટલી થઇ રહી હતી કમાણી, વૉટ્સએપ ચેટમાં થયો મોટો ધડાકો....
રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ, હવે આ મામલે રાજ કુન્દ્રાની વૉટ્સએપ ચેટ (Raj Kundra Chats) સામે આવી છે.
![પોર્ન ફિલ્મો માટે રાજ કુન્દ્રા વૉટ્સએપમાં કોની સાથે કરતો હતો ચેટ, ને આનાથી રોજની કેટલી થઇ રહી હતી કમાણી, વૉટ્સએપ ચેટમાં થયો મોટો ધડાકો.... Raj Kundra Arrested : Revealed the Raj Kundra chat modus operandi of in pornography case પોર્ન ફિલ્મો માટે રાજ કુન્દ્રા વૉટ્સએપમાં કોની સાથે કરતો હતો ચેટ, ને આનાથી રોજની કેટલી થઇ રહી હતી કમાણી, વૉટ્સએપ ચેટમાં થયો મોટો ધડાકો....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/20/469f220c46310ccb259ad45247a4c6a9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે પોર્ન ફિલ્મો બનાવવા અને પ્રસારિત કરવાના કેસમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ કરી લીધી છે. હવે આ મામલે રાજ કુન્દ્રાની વૉટ્સએપ ચેટ (Raj Kundra Chats) સામે આવી છે. આ ચેટમાં રાજ કુન્દ્રા પ્રદીપ બખ્શી સાથે હૉટશૉટ્સ (Hotshots) ડિજીટલ એપ્લિકેશનની કમાણી વિશે વાત કરી રહ્યો છે. આ ચેટમાં ખુલાસો થયો છે કે પોર્ન ફિલ્મો દ્વારા રાજ કુન્દ્રા રોજના લાખો રૂપિયા કમાઇ રહ્યો હતો.
નવભારતટાઇમ્સ ઓનલાઇનની પાસે રાજ કુન્દ્રા અને પ્રદીપ બખ્શીની ચેટ્સની કૉપી છે. આ કૉપીઓથી જાણવા મળે છે કે રાજ કુન્દ્રાએ પોતાના વૉટ્સએપમાં એક ગૃપ બનાવ્યુ હતુ, આ ગૃપનાએડમિન પણ રાજ કુન્દ્રા જ હતા. ગૃપમાં રાજ કુન્દ્રા ઉપરાંત કુલ 4 લોકો એડ હતા, મેઘા વિયાન એકાઉન્ટ્સ, પ્રદીપ બખ્શી, રૉબ ડિજીટલ માર્કેટિંગ હૉટશૉટ્સ અને રૉય ઇવાન્સ કન્ટેન્ટહેડ હૉટશૉટ્સ સામેલ હતા.
આ વૉટ્સએપ ચેટ ઓક્ટોબર 2020ની છે. આ ચેટ્સથી જાણી શકાય છે કે એપ પર લાઇવ શૉ દ્વારા 1.85 લાખ રૂપિયા અને ફિલ્મોથી દરરોજના 4.53 લાખ રૂપિયાની કમાણી થઇ રહી હતી. તે સમય સુધી પૉર્ન કન્ટેન્ટ વાળી એપ હૉટશૉટ્સના 20 લાખ સબ્સક્રાઇબર થઇ ચૂક્યા હતા.
રાજ કુન્દ્રા આ ચેટમાં પ્રદીપ બશ્ખી સાથે આર્ટિસ્ટોને બાકીના પૈસા જલ્દી આપવાની વાત કરી રહ્યો છે. રાજ કુન્દ્રાએ બખ્શીને કહ્યું કે તેની એક લાઇવ કરવા વાળી આર્ટિસ્ટ પ્રિયા સેનગુપ્તાને પેમેન્ટ નથી મળ્યુ, અને તેને તરતજ આપવામાં આવે. 10 ઓક્ટોબરની ચેટથી એ વાતનો ખુલાસો થયો હતો કે કુલ 81 આર્ટિસ્ટે સમય પર પૈસા નહીં મળવાની ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2021માં ક્રાઇમ બ્રાન્ચે મુંબઇમાં પોર્ન ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ્સ પર બતાવવાનો કેસ નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આગળ બતાવ્યુ કે આ કેસમાં સોમવારે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ગયા અઠવાડિયે બે એફઆઇઆર નોંધી અને નવ લોકોની કથિત રીતે એક્ટરોને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ સીન સૂટ કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ધરપકડ કરી. ખાસ વાત છે કે ક્રાઇમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુન્દ્રાને પુછપરછ માટે બોલાવ્યો હતો અને આ પછી તેની ધરપકડ કરી લીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)