Raju Srivastava Health: રાજુ શ્રીવાસ્તવને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા, હવે થઈ આ તકલીફ
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના જલ્દી સ્વસ્થ થવાની ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ થયાને એક મહિનો પૂરો થવાનો છે.
Raju Srivastava Health Update: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના જલ્દી સ્વસ્થ થવાની ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ થયાને એક મહિનો પૂરો થવાનો છે. 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી કોમેડિયન ફરી હોશમાં આવ્યો નથી. તેમની સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવે છે. રાજુ શ્રીવાસ્તવ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી તાવ આવતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થતાં મંગળવારે તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેમના હાથ-પગમાં પણ હલચલ જોવા મળી હતી. રાજુ તેમને અપાઈ રહેલી સારવારનો રિસ્પોન્સ પણ આપી રહ્યો હતા, ત્યારબાદ તેમને વેન્ટિલેટર પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
100 ડિગ્રી તાવ આવ્યોઃ
રિપોર્ટ અનુસાર, રાજુને 100 ડિગ્રી તાવ આવ્યા બાદ ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર, રાજુ શ્રીવાસ્તવ પોતે 80-90 ટકા સુધી કુદરતી ઓક્સિજન લઈ રહ્યા છે. ચાહકો, પરિવારજનો અને તેમના મિત્રો રાજુ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને જોવા માટે જોની લિવર, સુનીલ પાલ અને ઘણા કોમેડિયન હોસ્પિટલ ગયા હતા.
સોશિયલ મીડિયા પર અપાય છે હેલ્થ અપડેટઃ
રાજુ શ્રીવાસ્તવનો પરિવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ચાહકોને તેમના સ્વાસ્થ્ય વિશે જણાવી રહ્યો છે. 25 ઓગસ્ટે તેમણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું- મારા પિતા શ્રી રાજુ શ્રીવાસ્તવજીની હાલત સ્થિર છે અને તેઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે. હાલ વેન્ટીલેટર પર છે. તેમના માટે તમારો પ્રેમ અને પ્રાર્થના ચાલુ રાખવા માટે આપ સૌને વિનંતી.
તમને જણાવી દઈએ કે 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ