દિલ્હીના CM કેજરીવાલનો મોટો દાવો, CBIએ દિલ્હીમાં રેડ પાડી અને ગુજરાતમાં AAPનો વોટ શેર 4 ટકા વધ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં મોટો દાવો કર્યો છે.
Gujarat Election 2022: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હી વિધાનસભામાં મોટો દાવો કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ની વોટ ટકાવારીમાં ચાર ટકાનો વધારો થયો છે. આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યું કે, નકલી કેસ કરીને ભાજપને શું મળે છે? તમે દેશનો સમય બગાડો છો. હા, મનીષ સિસોદિયા પર દરોડા પડ્યા ત્યારથી ગુજરાતમાં અમારો વોટ શેર 4 ટકા વધ્યો છે, જો તમે ધરપકડ કરશો તો વોટ શેર વધુ 6 ટકા વધશે.
PM મોદીએ "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યુંઃ
કેજરીવાલે દાવો કર્યો કે, "CBIએ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, તેમના ગામમાં ગયા અને તેમના બેંક લોકરની તલાશી લીધી. સીબીઆઈના લોકો કહે છે કે તેઓને સિસોદિયા સામે કંઈ મળ્યું નથી, પરંતુ તેઓ તેમની ધરપકડ કરવા માટે દબાણ હેઠળ છે," તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રીતે અમને "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યું છે.
AAP માં શિક્ષિત અને IIT ડિગ્રીવાળા લોકોઃ
ભારતીય જનતા પાર્ટી (BJP) પર કટાક્ષ કરતા, સીએમ કેજરીવાલે કહ્યું કે, ભાજપના નેતાઓએ AAP ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના કોઈપણ ધારાસભ્યોએ તેમની ઓફર સ્વીકારી નહીં. કેજરીવાલે કહ્યું, "સંપૂર્ણ રીતે ભ્રષ્ટ પાર્ટીમાં શિક્ષિત લોકોની અછત છે જ્યારે 'કટ્ટર પ્રમાણિક' પાર્ટીમાં શિક્ષિત, IIT ડિગ્રી ધારકો છે.
कट्टर ईमानदार AAP
— AAP (@AamAadmiParty) September 1, 2022
🔹ईमानदार, असली Degree
🔹भारतवाद, India को No 1 बनाना
🔹School-Hospital बनाना
🔹महिलाओं का सम्मान
कट्टर बेईमान BJP
🔸भ्रष्टाचारी, Fake डिग्री
🔸दोस्तवाद, दोस्त को No 1 बनाना
🔸दोस्तों के Tax माफ़,MLA ख़रीदना,ज़हरीली शराब बेचना
🔸Rapists के साथ
-@ArvindKejriwal pic.twitter.com/wxRWyWgh2S
સીએમ કેજરીવાલે વધુમાં કહ્યું કે, તેઓ (BJP) ધારાસભ્યોને ખરીદવા માટે 20-50 કરોડ ખર્ચી રહ્યા છે. જો હું શાળાઓ અને હોસ્પિટલો બનાવવા ઈચ્છું છું તો તો શું હું કંઈ ખોટું કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી હતી અને કહ્યું હતું કે, દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ રહ્યું છે.