![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રસ્તા વચ્ચે Rakhi Sawantની આ હરકતથી લોકો થયા હેરાન, મુંબઈ પોલીસને કાર્યવાહી કરવા માંગ કરી, જુઓ વીડિયો
એક્ટ્રેસ રાખી સાવંત ચર્ચામાં રહેવા માટે કોઈ પણ તક છોડતી નથી. ક્યારેક તે બોયફ્રેન્ડ આદિલ સાથે જાહેર જગ્યા પર રોમેન્ટિક થઈ જતી જોવા મળે છે. તો ક્યારેક પોતાના અતરંગી અંદાજથી પૈપરાજીનું ધ્યાન ખેંચે છે.
![રસ્તા વચ્ચે Rakhi Sawantની આ હરકતથી લોકો થયા હેરાન, મુંબઈ પોલીસને કાર્યવાહી કરવા માંગ કરી, જુઓ વીડિયો Rakhi Sawant Troll For Traffic Jam Fans Raised For Taking Action From Mumbai Police રસ્તા વચ્ચે Rakhi Sawantની આ હરકતથી લોકો થયા હેરાન, મુંબઈ પોલીસને કાર્યવાહી કરવા માંગ કરી, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/26/508bb67aab8ffd04e1e1aa36b8cfb0d91658831613_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rakhi Sawant Viral Video: એક્ટ્રેસ રાખી સાવંત ચર્ચામાં રહેવા માટે કોઈ પણ તક છોડતી નથી. ક્યારેક તે બોયફ્રેન્ડ આદિલ સાથે જાહેર જગ્યા પર રોમેન્ટિક થઈ જતી જોવા મળે છે. તો ક્યારેક પોતાના અતરંગી અંદાજથી પૈપરાજીનું ધ્યાન ખેંચે છે. આમ રાખી સાવંત હંમેશા તેના ડ્રામાના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે એકવાર ફરીથી પોતાની આવી જ હરકતના કારણે રાખી સાવંત ચર્ચામાં આવી છે અને કેટલાક લોકો રાખી સામે પોલીસ કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે.
રાખી સાવંતને હમણાં જ મુંબઈમાં સ્પોટ કરાઈ હતી. આ દરમિયાન તેણીએ પોતાની કારને રસ્તા વચ્ચે ઉભી રાખી હતી. રાખીની આ કાર રસ્તા વચ્ચે ઉભી રહેતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન રેકોર્ડ થયેલો વીડિયો પણ વાયરલ થયો છે જેમાં રાખી કારમાં બેસતાં-બેસતાં ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને કંઈક કહેતી જોવા મળે છે. રાખી લોકોને કહી રહી છે કે, "જહાં હમ ખડે હોતે હૈ, લાઈન વહીં સે શુરુ હોતી હૈ."
View this post on Instagram
આ ડાયલોગ માર્યા બાદ રાખી સાવંત તેની કારમાં બેસીને નીકળી જાય છે. રસ્તા વચ્ચે ગાડી ઉભી રાખીને ટ્રાફિક જામ કરવો અને ઉપરથી આવો ફિલ્મી ડાયલોગ મારીને નીકળી જવું સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ નથી આવ્યું. હાલ રાખી તેની આ હરકતના કારણે ઘણી ટ્રોલ થઈ રહી છે. એક યુઝરે રાખીની આ હરકતને નોટંકી ગણાવી હતી. તો અન્ય એક યુઝરે મુંબઈ પોલીસને ટેગ કરીને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)