Oscar 2023: અમેરિકામાં રામ ચરણને મળ્યું ભારતના બ્રાડ પિટનું બિરુદ, RRR અભિનેતાના રીએક્શનનો વીડિયો વાયરલ
RRR Oscar 2023:સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેમની ફિલ્મ 'RRR'ના પ્રમોશન માટે આ દિવસોમાં અમેરિકામાં હાજર છે. આ દરમિયાન એક અમેરિકન ટોક શોમાં રામ ચરણને હોલીવુડ સ્ટાર બ્રાડ પિટના બિરુદથી બોલાવવામાં આવ્યો હતો.
Ram Charan On Brad Pitt: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણને કોઈ અલગ ઓળખની જરૂર નથી. ફિલ્મ 'RRR'ની અપાર સફળતાએ રામ ચરણનું નામ નવી ઊંચાઈઓ પર લઈ લીધું છે. હાલમાં, રામ ચરણ ઓસ્કાર 2023 માટે 'RRR' ના પ્રમોશન માટે અમેરિકામાં હાજર છે. જ્યાં રામ ચરણે એક અમેરિકન ટોક શો દરમિયાન ભાગ લીધો હતો. જેમાં રામ ચરણનો પરિચય હોલીવુડના સુપરસ્ટાર બ્રાડ પિટના નામ સાથે થયો હતો. આ અંગે રામચરણની પ્રતિક્રિયા ચર્ચાનો વિષય બની છે.
ભારતના બ્રાડ પિટ રામ ચરણ
આ અમેરિકન ટોક શો KTLA એન્ટરટેઈનમેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શોના હોસ્ટ રામ ચરણને ભારતના બ્રાડ પિટના બિરુદથી બોલાવી રહ્યા છે. આ પછી રામ ચરણની પ્રતિક્રિયા પણ સામે આવે છે. એન્કરે રામ ચરણને પૂછ્યું કે શું તમને હોલિવૂડ સુપરસ્ટાર બ્રાડ પિટનું બિરુદ ગમી ગયું.
The Brad Pitt of India 🇮🇳🔥@AlwaysRamCharan in Conversation With @ktlaENT...!!#ManOfMassesBdayMonth #GlobalStarRamCharanpic.twitter.com/TBMcm6gNiB
— Trends RamCharan (@TweetRamCharan) March 1, 2023
જેના પર રામ ચરણ પોતાનો જવાબ આપતા કહે છે કે- 'ચોક્કસપણે બ્રાડ પિટ ખૂબ જ પસંદ છે.' આવી સ્થિતિમાં બ્રાડ પિટ સાથે રામ ચરણની સરખામણીનો આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ સાથે અભિનેતા રામ ચરણને પોતે પણ આ સરખામણી ખૂબ જ પસંદ આવી છે, જેનો તમે આ વીડિયો દ્વારા સરળતાથી અંદાજ લગાવી શકો છો. રામ ચરણના ચાહકો આ વીડિયોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે.
Soaking in the LA vibe!
— Ram Charan (@AlwaysRamCharan) March 1, 2023
Thank you @ktlaENT for having me. @RRRMovie back in theatres all across the United States starting March 3, catch us on the big screens once again pic.twitter.com/rlhlcDXwte
ઓસ્કારમાં 'R R R'નું 'નાટૂ-નાટૂ'
આગામી એકેડેમી એવોર્ડ્સ 2023 એટલે કે ઓસ્કર 2023માં, રામ ચરણની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' (RRR) ના સુપરહિટ ગીત 'નાટૂ નાટૂ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીના નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. જેના કારણે આ વખતે ઓસ્કારમાં રામ ચરણના 'નાટૂ નાટૂ' ગીત પર સૌની નજર રહેશે. જાણવા મળે છે કે 13 માર્ચે અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં 95મા ઓસ્કાર એવોર્ડનું આયોજન થવાનું છે.