Ram Charan Christmas: રામ ચરણ અને પત્ની ઉપાસનાએ આપી શાનદાર ક્રિસમસ પાર્ટી, સાઉથના સ્ટાર્સ એક જ ફ્રેમમાં કેદ
અભિનેતા રામ ચરણ અને પત્ની ઉપાસનાએ તાજેતરમાં તેમના ઘરે ભવ્ય ક્રિસમસ પાર્ટી આપી હતી. જેમાં પરિવારના સભ્યો અને દક્ષિણના સ્ટાર્સે હાજરી આપી હતી.
Ram Charan Christmas: સાઉથ એક્ટર રામ ચરણ પરિવાર અને મિત્રો માટે દર વર્ષે ભવ્ય ક્રિસમસ પાર્ટી આપે છે. જેમાં તે સિક્રેટ સાન્ટા પણ બની જાય છે. આ વર્ષે પણ રામ ચરણ અને પત્ની ઉપાસનાએ ક્રિસમસ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેમના પરિવારના સભ્યો અને પિતરાઈ ભાઈઓએ હાજરી આપી હતી. રામ ચરણ અને ઉપાસના માટે આ વખતે ક્રિસમસ ખૂબ જ ખાસ છે કારણ કે તેઓ માતા-પિતા બનવાના છે. ઉપાસના અને રામ ચરણે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિસમસ પાર્ટીની ક્યૂટ તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. અલ્લુ અર્જુન, વરુણ તેજ, સાંઈ ધરમ તેજ અને અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી પણ ઉપાસના કામિનેની અને રામ ચરણ સાથે એક જ ફ્રેમમાં જોવા મળે છે. તસવીરમાં રામચરણની બહેનો પણ હાજર છે.
View this post on Instagram
રામ ચરણ અને ઉપાસના માતા-પિતા બનવાના છે
ગયા અઠવાડિયે જ અભિનેતા ચિરંજીવીએ પુત્રવધૂ ઉપાસનાની પ્રેગ્નન્સીના સારા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ પછી રામ ચરણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ જણાવ્યું હતું કે તે અને ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. રામ ચરણે લખ્યું, 'શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે... અમે તમને બધા સાથે આ સમાચાર શેર કરતાં આનંદ અનુભવીએ છીએ કે હું અને ઉપાસના ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છીએ.'
રામચરણ અને ઉપાસનાના 2011માં લગ્ન થયા હતા
લગ્નના 10 વર્ષ બાદ રામ ચરણ અને ઉપાસના માતા-પિતા બનશે. બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2011માં બંનેએ લગ્ન કર્યા હતા. રામ ચરણ અને ઉપાસના કોલેજમાં મળ્યા હતા અને ત્યારથી તેઓ સારા મિત્રો હતા. પરંતુ પ્રેમની શરૂઆત ફિલ્મ 'મગધીરા'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. રામ ચરણ એક્ટર છે, જ્યારે તેમની પત્ની ઉપાસના બિઝનેસવુમન છે. તે અપોલો હોસ્પિટલના ચેરમેન પ્રતાપ રેડ્ડીની પૌત્રી છે.