શોધખોળ કરો
Advertisement
અનલોકની વચ્ચે આ બોલિવૂડ એક્ટરના લગ્નની વિધિ થઈ શરૂ, જુઓ હલ્દી-મહેંદીની તસવીરો
મિહિકા અને રાણા દગ્ગુબાતીની હલ્દી અને મેહંદી સેરેમનીની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.
મુંબઈઃ રાણા દગ્ગુબાતી હાલમાં પોતાના લગ્નને લઈને લાઇમલાઈટમાં છે. રાણા દગ્ગુબાતી અને તેની લેડી લવ માહિકા બજાજના લગ્નનને હવે માત્ર એક જ દિવસનો સમય બાકી છે. 6 ઓગસ્ટના રોજ રાણા દગ્ગુબાતી અને મિહિકાની હલ્દી અને મહેંદીનું ફંક્શન હતું. સોશિયલ મીડિયા પણ બન્નેની તસવીર વાયરલ થઈ રહી છે. મિહિકાએ ગોલ્ડન કરલરનો લહેંગો પહેર્યો હતો. જ્યારે રાણાએ વ્હાઇટ શર્ટ અને ટ્રેડિશનલ ધોતી પહેરેલ જોવા મળે છે.
મિહિકા અને રાણા દગ્ગુબાતીની હલ્દી અને મેહંદી સેરેમનીની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. એત તસવીરમાં જ્યાં રાણા પોતાની થનારી પત્નીને જોઈને હસતો જોવા મળે છે તો બીજી તસવીરમાં મિહિકા બજાજ શર્માતી જોવા મળી રહી છે. એક તસવીરમાં મિહિકા મેહંદી માટે તૈયર થતી જોવા મળી રહી છે. કોરોના વાયરસ મહામારીને જોતા રાણા અને મિહિકાના લગ્નમાં માત્ર 30 ખાસ મહેમાનો જ બોલાવવામાં આવ્યા છે. લગ્નની તમામ વિધિ હૈદ્રાબાદના રામાનાયડૂ સ્ટૂડિયોમાં થશે.
ફિલ્મ બાહુબાલીમાં ભલ્લાલદેવની ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતી અને તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ રિયલ લાઈફને લઈને ઘણાં જ લાઈમલાઈટમાં છે. લોકડાઉનમાં પિરાવ અને ખાસ મિત્રોની હાજરીમાં સગાઈ કરનાર રાણા દગ્ગુબાતી હાલમાં લગ્નની તૈયારીમાં લાગી ગયો છે. રાણા દગ્ગુબાતી અને મિહિકા 8 ઓગસ્ટના રોજ લગ્ન કરશે. આ જાણકારી દગ્ગુબાતિના પિતા અને નિર્માતા સુરેશ બાબુએ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement