જણાવીએ કે, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન બાદ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. બન્નએ ઈટાલીના લેક કોમોમાં 14-15 નવેમ્બરે સિંધી અને કોંકણી રીતિ રિવાજોથી લગ્ન કર્યા હતા.
2/7
અનુષ્કા અને વિરાટે પણ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. બન્નેના લગ્ન 11 ડિસેમ્બર 2017માં થયા હતા. લગ્ન સમારોહની વિધિ 9 ડિસેમ્બરથી શરૂ થઈ હતી. પારંપરિક રીતે હલ્દી, મેહંદી અને સંગીત સેરેમની પણ થઈ. લગ્નમાં પરિવાર, કેટલાક સંબંધી અને ખૂબ જ નજીકના લોકો હાજર રહ્યા હતા. અંદાજે 44-50 મેહમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
3/7
અનુષ્કા અને વિરાટની લગ્નની તસવીર પણ વાઈરલ થઈ હતી. બન્નેએ પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. ઇન્સ્ટા પર વિરાટ કોહલીની તસવીર પર અત્યાર સુધી 46 લાખ લાઈક્સ છે. બીજી બાજુ અનુષ્કમા શર્માની તસવીર પર 35 લાખ લાઈક્સ છે. આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર છે.
4/7
બન્નેએ આ તસવીરને ટ્વિટર પર પણ શેર કરી છે. દીપિકાના એકાઉન્ટ પર એક કલાકની અંદર 1 લાખથી વધારે લોકો તેને પસંદ કરી છે. જ્યારે 18 હજાર લોકોએ રીટ્વિટ અને પાંચ હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. જ્યારે રણવીરના ટ્વિટર એકાઉન્ટ પર 78 હજાર લાઈક્સ મળ્યા. 14 હજાર રીટ્વિટ અને 4 હજાર કોમેન્ટ કરી.
5/7
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરને 15 કલાકની અંદર 49 લાખથી વધારે લાઈક્સ મળ્યા. જ્યારે રણવીર સિંહને 34 લાખ લાઈક્સ મલ્યા છે.
6/7
દીપિકા અને રમવીરે પોતાના લગ્નની 2 તસવીર શેર કરી હતી. પ્રથમ સિંધી રીતિ રિવાજ અનુસાર અને બીજી કોંકણી રિવાજ અનુસાર લગ્નની તસવીર હતી. તસવીરમાં બને ખૂબ જ સુંદર અને આકર્ષક જોવા મળી રહ્યા હતા.
7/7
મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના શાહી લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવતા જ ધૂમ મચાવી રહી છે. ઇન્ટરને પર આવ્યાની થોડી જ મિનિટની અંદર તસવીર વાઈરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર આવો જ નજારો વિતેલા વર્ષે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્નના સમયે જોવા મળ્યો હતો. તેના લગ્નની તસવીર વાઈરલ થઈ હતી. પરંતુ દીપવીરે વિરુષ્કાને એક મામલે પાછળ છોડી દીધા છે. દીપવીરની લગ્નની તસવીરને માત્ર 15 કલાકની અંદર જ વિરૂષ્કાની તસવીરનો રેકોર્ડ તોડી નાંખ્યો.