શોધખોળ કરો
લગ્નની ખુશી વચ્ચે રણવીર સિંહ માટે આવ્યા ખરાબ સમાચાર....
1/3

આ મામલે કંપનીનું કહેવું છે કે, ફિલ્મ નિર્માતાએ તેમની પાસેથી કોઈ પણ પ્રકારની સહમતી લીધી નથી. બ્રાંડના માલિક પ્રભતેજ ભાટિયાનું કહેવું છે કે, તે ગત મે મહિનાથી ફિલ્મ પ્રોડ્યુસર્સ અને તેમની લીગલ ટીમને મેલ કરી રહ્યા છે, પરંતુ તેમના તરફથી કોઈ પણ જવાબ નથી આવી રહ્યો. પ્રભતેજે કહ્યું કે, હું કોઈ પૈસા નથી માંગતો, પરંતુ એવું જરૂર ઈચ્છુ છું કે, ફિલ્મના નિર્માતા તેમનું ટાઈટલ બદલી નાખે. આ ફિલ્મમાં રણવીર અને સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
2/3

પ્રાપ્ત માહિતી અનુસાર, રણવીર સિંહની અગામી ફિલ્મ સિંબા હવે મુશ્કેલીમાં ફસાઈ ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ પર કોપીરાઈટનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક બેવરેજ કંપનીએ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીની કંપની રોહિત શેટ્ટી પિક્ચર્સ પર ટ્રેડમાર્કનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે, કંપનીએ રોહિત વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલામાં કોર્ટે રોહિત શેટ્ટી પાસે જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે, બેવરેજ કંપની ફિલ્મના નામની જ બિયર અને બીજા અન્ય નોન-અલ્કોહોલિક ડ્રિંક્સ વેચે છે.
Published at : 16 Nov 2018 07:42 AM (IST)
View More





















