શોધખોળ કરો
Advertisement
કપિલ દેવની બાયોપિક 83નો First Look આવ્યો સામે, રણવીરની આંખોમાં જોવા મળ્યો કપિલ જેવો જ જોશ
રણવીર સિંહની આ ફિલ્મ ભારતે 1983માં જીતેલાં પહેલાં વર્લ્ડકપ પર આધારિત છે.
નવી દિલ્હીઃ એક્ટર રણવીર સિંહ આજે પોતાના 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મ 83માં કપિલ દેવના લુકની પ્રથમ તસવીર શેર કરી છે. તસવીરમાં રણવીર સિંહનો લુક દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને હળતો મળતો આવે છે. આ તસવીરમાં રણવીરને કપિલ દેવના ગેટઅપમાં જોઈ શકાય છે. તેની આંખોમાં કપિલ જેવો જ જોશ જોવા મળી રહ્યો છે.
રણવીર સિંહની આ ફિલ્મ ભારતે 1983માં જીતેલાં પહેલાં વર્લ્ડકપ પર આધારિત છે. આ તસવીર શેર કરતાં રણવીરે લખ્યુ છે કે, 'મારા ખાસ દિવસ પર.. રજૂ કરુ છું.. હરિયાણાનો હરિકેન... કપિલ દેવ..' ફિલ્મમાં રણવીર કપિલ દેવનાં પાત્રમાં જ નજર આવશે. આ ફિલ્મ માટે તે ક્રિકેટ પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. અને કપિલ દેવની બેટિંગ સ્ટાઇલ પણ તે શીખી રહ્યો છે. તેની તસવીરો અને વીડિયો પણ અવાર નવાર રણવીર શેર કરતો રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion