![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raquel Welch Death: ગોલ્ડન ગ્લોબ વિજેતા અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું અવસાન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Raquel Welch Dead: હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રાક્વેલ વેલ્ચે 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે લાંબા સમયથી બીમાર હતી.
![Raquel Welch Death: ગોલ્ડન ગ્લોબ વિજેતા અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું અવસાન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ Raquel Welch: Fantastic Voyage actor, sex symbol of 1960s passes away Raquel Welch Death: ગોલ્ડન ગ્લોબ વિજેતા અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું અવસાન, 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/16/b6da77577e6f9d720734e040bb67c429167652434666481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Raquel Welch Death: હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. 1960ના દાયકામાં પોતાની સુંદરતાથી લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવનાર અભિનેત્રી રાક્વેલ વેલ્ચનું નિધન (Raquel Welch Death) થયું છે. રાક્વેલ વેલ્ચે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રખ્યાત અભિનેત્રી અને આંતરરાષ્ટ્રીય સેક્સ સિમ્બોલ તરીકે ખ્યાતિ મેળવનારી રાક્વેલ વેલ્ચ(Raquel Welch) લાંબા સમયથી બીમાર હતી અને બીમારીના કારણે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
50 વર્ષ સુધી સિનેમા જગતમાં યોગદાન આપ્યું
અભિનેત્રીના મેનેજર દ્વારા રાક્વેલ વેલ્ચના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. અભિનેત્રીના નિધન અંગે માહિતી આપતાં રાક્વેલના મેનેજર સ્ટીવ સોએરે જણાવ્યું કે, 'અભિનેત્રીએ બીમારી બાદ આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધું છે.' આ સાથે મેનેજરે વધુમાં કહ્યું કે, રાક્વેલની 50 વર્ષની કારકિર્દી હતી. તેની કારકિર્દીમાં અભિનેત્રીએ 30 ફિલ્મો અને 50 ટીવી શોમાં કામ કર્યું. આ સાથે રાક્વેલે ઘણા પ્રોજેક્ટ્સમાં કેમિયો પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે બોલ્ડ કેરેક્ટર માટે લોકોમાં ફેમસ રહેલ રાકલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીતી ચૂકી છે.
1960માં કારકિર્દીની શરૂઆત કરી
રાક્વેલ વેલ્ચના (Raquel Welch) પરિવાર વિશે વાત કરીએ તો તેને બે બાળકો છે, એક પુત્ર ડેમન વેલ્ચ અને બીજી પુત્રી ટૉની વેલ્ચ. રાક્વેલે ((Raquel Welch) વર્ષ 1960માં હોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમને વર્ષ 1966માં 'ફેન્ટાસ્ટિક વોયેજ' અને 'વન મિલિયન યર્સ બી.સી.' માટે ઓળખ મળી. આ ફિલ્મોમાં રાક્વેલે એવી એક્ટિંગ સ્ટાઈલનું પ્રદર્શન કર્યું કે લોકો તેના દિવાના બની ગયા. આ ફિલ્મો પછી રાક્વેલ ક્યારેય પાછું વળીને જોયું નથી. 1973ની ફિલ્મ 'ધ થ્રી મસ્કેટીયર્સ' માટે, રાક્વેલ વેલ્ચને((Raquel Welch) હોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગોલ્ડન ગ્લોબ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મના લીધે મળ્યું 'સેક્સ બોમ્બ' નામ
‘વન મિલિયન ઇયર્સ’ રાક્વેલે પોતાનું ફિગર ફ્લોન્ટ કર્યું હતું, જેના કારણે તેને સેક્સ સિમ્બોલ અને સેક્સ બોમ્બનું નામ મળ્યું. આ કારણે રાક્વેલને ઘણા બોલ્ડ પાત્રોની ઓફર મળી હતી. તેણીની પ્રખ્યાત ફિલ્મો વિશે વાત કરીએ તો, રાક્વેલે ((Raquel Welch)'100 રાઇફલ્સ', 'ધ પ્રિન્સ એન્ડ ધ પૉપર', 'ચેરમેન ઓફ ધ બોર્ડ' અને 'લીગલી બ્લોન્ડ' જેવા ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)