શોધખોળ કરો

ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ, નલિયાથી લઇ અમદાવાદ-મહેસાણ સુધી ઠંડા પવનો ફૂંકાયા, વાંચો તાજા અપડેટ

Gujarat Weather: આગામી તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો છવાશે અને માવઠું થશે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાતાવરણ પલટાશે

Gujarat Weather: આગામી 14 જાન્યુઆરીએ ગુજરાતમાં મકરસંક્રાતિનો પર્વ ઉજવવામાં આવશે. આ બધાની વચ્ચે હવામાનને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. આગાહી છે કે, આ દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડી સાથે કમોસમી વરસાદ પડશે. આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ઠંડા પવનોના સૂસવાટા સાથે ઠંડીએ જોર પકડ્યુ છે. તાપમાનમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. અપડેટ પ્રમાણે, રાજ્યમાં લઘુતમ તાપમમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, અને ફરી એકવાર નલિયા 5.6 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ હતુ. 

રાજ્યમાં ઉત્તરાયણ પહેલા જ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આજ વહેલી સવારથી જ મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો હતો. સાથે જ રાજ્યમાં પવનની ઝડપ પણ વધુ રહી હતી, 15 થી 20 કીમી ઝડપે ફૂંકાતા ઠંડીમાં વધારો થયો હતો. તાજા અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેમાં ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા બન્યુ હતુ, આજે નલિયામાં નલિયા 5.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ, તો વળી, અમદાવાદ તાપમાનનો પારો 14.2 ડિગ્રી રહ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં ગાંધીનગરમાં 13.1 ડિગ્રી તાપમાન, ભુજમાં 12.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.3 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન, સુરતમાં 15.3 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 15.1 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 16.5 ડિગ્રી તાપમાન, કેશોદમાં 12.4 ડિગ્રી તાપમાન, ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન, પાલનપુરમાં 10.1 ડિગ્રી તાપમાન, મહેસાણામાં 11.5 ડિગ્રી તાપમાન, મહુવામાં 13.6 ડિગ્રી તાપમાન અને સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. 

ઉત્તરાયણમાં વરસાદ ? આગામી 3 દિવસ ગુજરાતમાં અહીં માવઠાની થઇ મોટી આગાહી
આગામી તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો છવાશે અને માવઠું થશે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાતાવરણ પલટાશે. ગુજરાતમાં ફરી વાદળોએ મંડાણ માંડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સાથે જ આજે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે.

નવા સર્જાયેલા વાતાવરણના યોગ વિશે હવામાન નિષ્ણાત પ્રદીપ શર્માએ કહ્યું કે, રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદમાં આજે 16.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની હવામાન ખાતાની આગાહી છે. વાતાવરણમાં પલટા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલનપુરના જગાણા, ભાગળ, લાલાવડા સહિતના ગ્રામ પંથકમાં વરસાદી છાંટા અનુભવાયા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. જોકે હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે તેવી આગાહી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની અથવા તો માવઠું પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

રાજ્યમાં ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વીજળી પડવાની અને કરા પડે તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવારે કાશ્મીર ઘાટીમાં બરફવર્ષા થઈ. હવામાન વિભાગના એલર્ટ મુજબ દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના નીચલા-ઉપરી ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના નીચલા ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે અને પૂર્વી વાયરા સાથે પશ્ચિમી વાયરા જોવા મળી શકે છે. જેનાથી આજે અને કાલે પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને બરફ પણ પડી શકે છે.

આ પણ વાંચો

Weather Alert: ઉત્તરાયણમાં વરસાદ ? આગામી 3 દિવસ ગુજરાતમાં અહીં માવઠાની થઇ મોટી આગાહી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget