શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે સ્ટેજ પર જ વટાવી હદ, કહ્યું- ‘મે ક્યારેય તમારી માંની’, રવિના ટંડને ભડકીને કહ્યું માપમાં રહો!!
ઓનસ્ટેજ જ વિશાલ અને મધુરિમા વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને મામલો હદ કરતા વધારે બગડી ગયો.
નવી દિલ્હીઃ સ્ટાર પ્લસના શો નચ બલિયે સીઝન 7માં દરરોજ કોઈને કોઈ નવું ટ્વિસ્ટ અથવા સોકિંગ ટર્ન જોવા મળી રહ્યો છે. આ વખતે તો રવીના ટંડન જ શોમાં એક કન્ટેસ્ટન્ટ પર ભડકી ગઈ હતી. કુંડલી ભાગ્યની એક્ટ્રેસ મધુરિમાએ ઓનસ્ટેજ કંઈક એવું રિએક્શન આપ્યું જે જોઈને રવીના ટંડન ખુદને રોકી ન શકી અને તેના પર ભડકી ગઈ હતી.
થયું એવું કે ઓનસ્ટેજ જ વિશાલ અને મધુરિમા વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને મામલો હદ કરતા વધારે બગડી ગયો. વિશાલે કહ્યું કે, મહિલાઓની ઈજ્જતને લઈ મોટી બબાલ ઉભી કરી રાખી છે એણે. એક મહિલા થઈને મહિલાની ઈજ્જત ન કરે…અને તે એ જ મહિલા માટે એક બીજી મહિલા માટે આવીને કહે કે હું એની ઈજ્જત નથી કરતો. મહિલાની ઈજ્જત ખુબ જરૂરી છે. વાહ!!!
આ વાત પર ભડકતા મધુરિમાએ પટલવાર કરતા જણાવ્યું કે, મે ક્યારેય તમારી માની બેઈજ્જતી…..!! એવામાં વિશાલ તેને રોકે છે અને વાત પુરી કરવા દેતો નથી. તો મધુરિમા તો ગુસ્સામાં લાલપીળી થઈ ગઈ અને માઈકનો ને એના એક્સ પર ઘા કરી દીધો.
આ બધી બબાલ જોઈને ખુદ રવિના અને અહમદ ખાન હેરાન રહી જાય છે. અહમદ ખાને કહ્યું કે જો તમારો સંબંધ નથી જામતો તો તોડી નાખો. તો મધુરિમા બોલે છે કે તમે અમને આમ જ એલિમિનેટ કરી દો. ત્યારે જ રવિનાને ગુસ્સો આવે છે અને ભડકતાં જવાબ આપે છે કે મધુરિમા બી પ્રોફેશનલ. ત્યારબાદ આખો માહોલ ગરમાઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement