શોધખોળ કરો
સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરવાના સવાલ પર રિયા ચક્રવર્તીએ શું આપ્યો જવાબ, જાણો
અત્યાર સુધીમાં બંનેએ પોતાના સંબંધોને લઈને કંઈ કહ્યું નથી. હવે રિયાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંબંધોને લઈને મૌન તોડ્યું છે.

નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લા ઘણા સમયથી એક બીજા સાથે જોવા મળી રહ્યા છે. બંને સાથે વેકેશન પર પણ જોવા મળ્યા અને એક જ લોકેશન પરથી બંનેની તસવીર પણ સામે આવી હતી. પરંતુ અત્યાર સુધીમાં બંનેએ પોતાના સંબંધોને લઈને કંઈ કહ્યું નથી. હવે રિયાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંબંધોને લઈને મૌન તોડ્યું છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રિયા ચક્રવર્તીએ કહ્યું તે અને સુશાંત સારા મિત્રો છે, તેઓ એક બીજાને છેલ્લા આઠ વર્ષથી ઓળખે છે. રિયાએ સુશાંતને સુપર ક્યુટ અને એટ્રૈક્ટિવ ગણાવ્યો હતો. રિયાએ કહ્યું 'અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ. અમે બંને સારા મિત્રો છીએ. અમે યશરાજમાં સાથે હતા અને વર્ષો સુધી અમારા મેનેજર પણ એક હતા. વર્ષો પસાર થતા ગયા તેમ આમારી મિત્રતા પણ ગાઢ થતી ગઈ. હુ મારા બધા મિત્રોને પ્રેમ કરુ છુ અને ક્યારેય છુપાવતી નથી.'
વધુ વાંચો





















