SSR Birth Anniversary: બર્થ એનિવર્સરી પર રિયા ચક્રવર્તીએ સુશાંતને કર્યો યાદ, Unseen તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યુ....
Rhea Chakraborty-SSR: અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે ફરી એકવાર રિયા અને સુશાંતના નામ ચર્ચામાં આવ્યું છે.
Rhea Chakraborty-SSR: અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના કારણે ફરી એકવાર રિયા અને સુશાંતના નામ ચર્ચામાં આવ્યું છે.
21 જાન્યુઆરી એટલે કે આજે હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકાર સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવરસરીની ઉજવણી કરવામાં આવી રહી છે. અલબત્ત, સુશાંત આપણા બધાની વચ્ચે નથી રહ્યો, પરંતુ તેના ચાહકો હજુ પણ તેને ખૂબ મિસ કરે છે. બર્થ એનિવર્સરીના અવસર પર, દરેક ફેન્સ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવીને યાદ કરી રહ્યા છે. આ દરમિયાન સુશાંતની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ તેને યાદ કરતી થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
રિયાને સુશાંત આવી યાદ
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂતની 37માં જન્મ દિવસ પર ર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ પોસ્ટ શેર કર્યો છે. રિયા ચક્રવર્તીની આ પોસ્ટમાં તેની અને સુશાંત સિંહ રાજપૂતની થ્રોબેક તસવીરો છે. રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. રિયા ચક્રવર્તીએ આ તસવીરોના કેપ્શનમાં Infinity Plus One લખ્યું છે. જો સ્પષ્ટ રીતે જોવામાં આવે તો, રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહી છે. . રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
સુશાંત અને રિયાનું નામ ચર્ચાનો વિષય બન્યું હતું
ઈન્સ્ટાગ્રામ પર રિયા ચક્રવર્તીની આ લેટેસ્ટ પોસ્ટ પછી ફરી એકવાર રિયા અને સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ ચર્ચાનો વિષય બની ગયું છે. અગાઉ, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસને લઈને રિયા ચક્રવર્તીનું નામ ઘણું વિવાદમાં ઘેરાયું હતું. સુશાંતના પરિવારે તેની આત્મહત્યા માટે રિયા ચક્રવર્તીને જવાબદાર ગણાવી હતી. જેના કારણે રિયાને જેલમાં પણ જવું પડ્યું હતું. જો કે, તે પછી પણ, રિયા ઘણા પ્રસંગોએ સુશાંત માટે તેના દિલમાં રહેલા પ્રેમને વ્યક્ત કરતી રહી છે.