શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ મામલે કેસ નોંધાયા બાદ રિયા ચક્રવર્તીએ આપ્યું પ્રથમ નિવેદન-ભાવુક થઈ કહી આ વાત
રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં રિયાએ કહ્યું કે તે એક વર્ષથી સંબંધોમાં હતા અને સાથે રહેતા હતા.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પ્રથમ વખત રિયા ચક્રવર્તીએ વીડિયોના માધ્યમથી પોતાનું રિએક્શન આપ્યું છે. રિયાએ કહ્યું કે તેને ભગવાન પર વિશ્વાસ છે અને તેને ન્યાય મળશે.
વીડિયોમાં રિયા કહી રહી છે કે, 'મને ભગવાન અને ન્યાયાલય પર ભરોસો છે. હુ માનું છુ કે મારૂ સાથે ન્યાય થશે. મીડિયામાં મારૂ વિરુદ્ધ ખૂબ જ ભયંકર વાતો થઈ રહી છે પરંતુ વકીલની સલાહના કારણે આ મુદ્દા પર કોઈ કોમેન્ટ નથી કરી રહી. સત્યમેવ જયતે! સત્ય સામે આવશે.'
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવતા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેની વચ્ચે રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં રિયાએ કહ્યું કે તે એક વર્ષથી સંબંધોમાં હતા અને સાથે રહેતા હતા.
રિયાએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે 14 જૂને આત્મહત્યા કરતા પહેલા તે 8 જૂન સુધી સુશાંત સાથે રહેતી હતી અને બાદમાં અસ્થાયી રૂપથી પોતાના શાંતાક્રૂઝ વાળા ઘરે જતી રહી હતી. તેણે એમ પણ કહ્યું કે સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા તેમની ફરિયાદમાં લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion