વિશ્વની આ સૌથી લોકપ્રિય સિંગર લગ્ન વિના જ બનશે માતા, જાણો કોણ છે તેના સંતાનનો પિતા ?
સિંગરની સંપત્તિ કેટલી એ વિશે જુદા જુદા જાવા કરાય છે પણ મોટા ભાગના રીપોર્ટ્સમાં રિહાનાની નેટ વર્થ 13 હજાર કરોડથી પણ વધુ હોવાનું કહેવાય છે.
મુંબઇ : હોલીવૂડની લોકપ્રિય સિંગર રિહાના લગ્ન કરિયા વિના જ કુંવારી માતા બનવાની છે. રિહાનાએ પોતાના બેબી બંપની તસવીર સોશયલ મીડિયા પર શેર કરીને પોતે પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી છે. રિહાનાની આ તસવીર ન્યૂયોર્કમાં એક અઠવાડિયા પહેલા પાડવામાં આવી હતી.
રિહાના લાંબા સમયથી રેપર રોકી સાથે ડેટિંગ કરી રહી છે. બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ છે તેથી રિહાના રેપર બોયફ્રેન્ડ રોકીના સંતાનની માતા બનવાની છે એ સ્પષ્ટ છે. રિહાનાએ બોયફ્રેન્ડ રેપર રોકી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે કે જેમાં તે પ્રેગનન્ટ હોવાનું જોવા મળે છે. તેની સાથે તેનો બોયફ્રેન્ડ રોકી પણ છે તેના કારણે આ બાળક બંનેનું હોવાનું સ્પષ્ટ છે. આ તસવીરમાં રિહાના અને રોકી ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
રિહાના અને રોકી વચ્ચે લાંબા સમયથી સંબંધો છે પણ 2020માં રિહાના અને રોકીએ પોતાની વચ્ચે સંબંધો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. રોકીએ એક ઇન્ટરવ્યુમાં રિહાનાને પોતાનો ‘લવ ઓફ લાઇફ’ ગણાવી હતી. 2021માં બન્ને મેટ ગાલા ઇવેન્ટ દરમિયાન જાહેરમાં કપલ તરીકે રેડ કારપેટ પર સાથે જોવા મળ્યા હતા. રિહાનાની ગણના વિશ્વમાં સૌથી અમીર અને અત્યંત લોકપ્રિય સંગીતકારોમાં થાય છે.
રિહાનાની સંપત્તિ કેટલી એ વિશે જુદા જુદા જાવા કરાય છે પણ મોટા ભાગના રીપોર્ટ્સમાં રિહાનાની નેટ વર્થ 13 હજાર કરોડથી પણ વધુ હોવાનું કહેવાય છે. તેની મોટા ભાગની આવક સંગીતમાંથી નથી થતી પરંતુ તેની ફેન્ટી બ્યૂટી કોસ્મેટિકસ લાઇનમાંથી થાય છે. આ ઉપરાંત તે સોશયલ મીડિયા હેન્ડલથી પણ વધુ કમાણી કરી લે છે.
રિહાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત 17 વરસની વયથી કરી હતી. પોતાના પહેલા જ આલ્બમથી પોપ મ્યૂઝક ઇનડસ્ટ્રીમાં ધમાલ મચાવી દેનારી રિહાના અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણા ગ્રેમી અને બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડસ જીતી ચૂકી છે.