શોધખોળ કરો
કપૂર ખાનદાનનો લાડકો હતો ઋષિ કપૂર, પોતાના બળે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવી હતી અલગ ઓળખ
તેઓ રાજ કપૂરના પુત્ર અને પૃથ્વીરાજ કપૂરનો પૌત્ર છે. દાદા અને પિતાના પગલે તેણે ફિલ્મોમાં અભિનય કર્યો અને સફળ અભિનેતા તરીકે ઉભર્યો હતો.
મુંબઈઃ બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે આજ (30 એપ્રિલ) રોજ સવારે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
ઋષિ કપૂરે તેના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. બોબી ફિલ્મ માટે 1974માં સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કાર અને 2008માં ફિલ્મફેર લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેને પ્રથમ ફિલ્મમાં શાનદાર ભૂમિકા માટે 1971માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
તેઓ રાજ કપૂરના પુત્ર અને પૃથ્વીરાજ કપૂરનો પૌત્ર છે. દાદા અને પિતાના પગલે તેણે ફિલ્મોમાં અભિનય કર્યો અને સફળ અભિનેતા તરીકે ઉભર્યો હતો. મેરા નામ જોકર તેમની પ્રથમ ફિલ્મ છે, જેમાં તેણે તેના પિતાના બાળપણનો રોલ કર્યો હતો. જે કિશોર અવસ્થામાં ટિચરના પ્રેમમાં પડી જાય છે. પરંતુ બૉબી ફિલ્મમાં તેણે અભિનેતા તરીકે અલગ ઓળખ બનાવી.
ઋષિ કપૂરે 22, જાન્યુઆરી 1980ના રોજ નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઋષિ અને નીતાને રણબીર કપૂર અને રિદ્ધીમા કપૂર એમ બે બાળકો છે. રણબીર કપૂર બોલિવૂડમાં તેની ઓળખ બનાવી ચુક્યો છે અને રિદ્ધીમા કપૂર ડ્રેસ ડિઝાઇનર છે. કરિશ્મા કપૂર અને કરીના કપૂર તેની ભત્રીજીઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement