શોધખોળ કરો
Advertisement
Lockdownની વચ્ચે પિતા બન્યો આ એક્ટર, કહ્યું- હોસ્પિટલ જતા સમયે ડર લાગતો હતો કે પોલીસ રોકી ન લે
જે બાળક મુશ્કેલ સમયે જન્મે છે તે ખાસ હોય છે. મારો દીકરાનો પણ આ મુશ્કેલ સમયે જન્મ થયો છે અને જ્યારે દુનિયા આ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
મુંબઈઃ કોરોના લોકડાઉનની વચ્ચે એક્ટર રૂસલાન મુમતાજના ઘરે નવા મહેમાનનો જન્મ થયો છે. રૂસલાન મુમતાજની પત્ની નિરાલીએ ગુરુવારે દીકરાને જન્મ આપ્યો. રૂસલાને તેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. સાથે જ તેણે એ પણ કહ્યું કે આ લોકડાઉનની સ્થિતિમાં તેણે કેવી રીતે આ સ્થિતિનો સામનો કર્યો. રૂસલાન મુમતાજે બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં કહ્યું કે, તેને ડર હતો કે પોલીસ ક્યાંક તેનો રોકી ન લે, પરંતુ એવું કંઈ ન થયું અનેતે પોતાની પત્નીને લઈને સમય પર હોસ્પિટલ પહોંચી ગયો.
તેણે કહ્યું, “નિરાલીની ડિલિવરી નોર્મલ થઈ છે અને તેણે ગુરુવારે વહેલી સવારે 4 કલાકે અમારા દીકરાને જન્મ આપ્યો. બુધવારે રાત્રે 9 કલાકે નિરાલીને લેબર પેન શરૂ થયો અને અમે બધા ડરી ગયા કે ક્યાંક પોલીસ અમને રોકી ન લે. મારે જુહૂના મારા ઘરેથી મરીન લાઈન્સ જવાનું હતું. સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે પરિવારના કોઈપણ સભ્યને હોસ્પિટલ સાથે ન લઈ ગયો.”
તેણે કહ્યું, “આ દરમિયાન અમને રસ્તા પર એક પણ વ્યક્તિ જોવા ન મળી અને અમે માત્ર અડધી કલાકમાં હોસ્પિટલ પહોંચી ગયા. અમને ડર હતો કે ક્યાંક પોલીસ અમને ન રોકી લે, પરંતુ એવું કંઈ થયું નહીં. અમે સમયસર હોસ્પિટલ પહોંચી ગયા.” રૂસલાને આગળ કહ્યું, જે બાળક મુશ્કેલ સમયે જન્મે છે તે ખાસ હોય છે. મારો દીકરાનો પણ આ મુશ્કેલ સમયે જન્મ થયો છે અને જ્યારે દુનિયા આ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તે પણ એક સુપરહીરો છે. સાથે જ તેણે કહ્યું કે, હવે તે ઘરે રહીને દીકરાની સાથે સમય વિતાવશે અને દુઆ કરશે તે દુનિયા પહેલા કરતાં પણ સારી થઈ જાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement