શોધખોળ કરો
Advertisement
Box Office: સૈફ અલી ખાનની ફિલ્મ 'જવાની જાનેમન'એ બીજા દિવસે કરી શાનદાર કમાણી, જાણો કલેક્શન
બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન,તબ્બૂ અને આલિયા ફર્નીચરવાલાની ફિલ્મ જવાની જાનેમન શુક્રવારે બોક્સઓફિસ પર રિલીઝ થઈ છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન,તબ્બૂ અને આલિયા ફર્નીચરવાલાની ફિલ્મ જવાની જાનેમન શુક્રવારે બોક્સઓફિસ પર રિલીઝ થઈ છે. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સરેરાશ પ્રર્દશન કર્યું હતું, જ્યારે બીજા દિવસે શનિવારે આ ફિલ્મે શાનદાર કમાણી કરી ચે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પ્રથમ વિકેન્ડ પર વધારે સારૂ પ્રદર્શન કરી શકે છે. પૂજા બેદીની દિકરી આલિયા ફર્નીચરવાલાએ ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે.
ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ દિવસે 3.24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મે બીજા દિવસે 4.55 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું અત્યાર સુધીનુ કલેક્શન 7.79 કરોડ રૂપિયા થયું છે. એવામાં હવે પ્રથમ વિકેન્ડની કમાણીના આંકડા વધારે મહત્વ રાખે છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને અલાયા સાથે એક્ટ્રેસ તબ્બુ અને ચંકી પાંડે મુખ્ય ભૂમિકામાં છે. જવાની જાનેમનની સ્ટોરી જસવિંદર સિંહ જૈજ એટલે સૈફ અલી ખાનની છે. જૈન રિયલ એસ્ટેટ બ્રોકર છે. આ ફિલ્મથી અલાયાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા છે.#JawaaniJaaneman gathers speed on Day 2... Being patronised by its target audience [metros]... Trending much better than #SaifAliKhan’s previous *solo* movies [#Chef, #Kaalakaandi, #Baazaar, #LaalKaptaan]... Fri 3.24 cr, Sat 4.55 cr. Total: ₹ 7.79 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement