શોધખોળ કરો
Advertisement
World Cup: સૈફ અલી ખાન સાથે ભારતીય ટીમને ચીયર કરતી જોવા મળેલી આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે?
સૈફ સાથે જે છોકરી જોવા મળી તે આગામી ફિલ્મમાં એક્ટરની દીકરીનો રોલ કરતી જોવા મળશે.
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને તેના ખિતાબ જીતવાના સ્વપ્નને મોટો ઝાટકો આપ્યો છે. ટીમ ઇન્ડિયાએ રવિવારે પાકિસ્તાનને 89 રન હાર આપી હતી. ભારતે માનચેસ્ટરમાં રમાયેલ મેચમાં 6 વિકેટ પર 336 રન બનાવ્યા પાકિસ્તાનની ટીમ જવાબમાં છ વિકેટ પર 212 રન જ બનાવી શકી હતી. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતને સપોર્ટ કરવા માટે ઘણી બોલિવુડ સેલિબ્રિટી મેદાનમાં પહોંચી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં સૈફ અલી ખાન એક છોકરી સાથે ભારતને ચીયર્સ કરતો જોવા મળ્યો.
સૈફ સાથે જે છોકરી જોવા મળી તે આગામી ફિલ્મમાં એક્ટરની દીકરીનો રોલ કરતી જોવા મળશે. આ નવોદિતાનું નામ આલિયા ફર્નીચરવાલા છે અને તે પૂજા બેદીની દીકરી છે. તે સૈફની ફિલ્મ જવાની જાનેમનથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. વાયરલ થયેલી તસવીરોમાં સૈફ અને આલિયા ભારતીય ક્રિકેટ ટીમના રંગવાળી બ્લૂ કલરની ટીશર્ટમાં જોવા મળ્યા હતા.
આલિયા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને પોતાની ડેઈલ લાઈફથી લઈને અંગત કામ સંબંધિત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આલિયા શૂટિંગ શરૂ થાય તે પહેલા લંડનમાં સૈફ અલી ખાન અને બાકીના કલાકારો સાથે સમય પસાર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement