શોધખોળ કરો
સલમાનનાં ફેન્સ માટે ખુશખબર, આ એક્ટ્રેસ સાથે કરવા જઈ રહ્યો છે લગ્ન! પરંતુ....
1/3

કેટલાક દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર સામે આવ્યું હતુ. દર્શકોએ ફિલ્મનાં ટીઝરને ઘણું જ પસંદ કર્યું છે. ફિલ્મમાં સલમાન 20 વર્ષથી લઇને 73 વર્ષ સુધીનાં અલગ અલગ લૂકમાં જોવા મળશે. ટીઝરમાં પણ આની એક ઝલક જોવા મળી છે. ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરી રહ્યા છે.
2/3

નવી દિલ્હીઃ સલમાન ખાન બોલિવૂડની આ સ્ટાર અને જાણીતી એક્ટ્રેસ કેટરીના કૈફ સાથે વર્ષે ઈદ પર લગ્ન કરવા ઈ રહ્યા છે. પરંતુ આ લગ્ન રિયલ નહીં પરંતુ રીલ લાઈફમાં હશે. ડીએનએના અહેવાલ અનુસાર, સલમાન અને કેટરીનાની આગામી ફિલ્મ ભારત માટે એક વેડિંગ સીકન્વન્સ શૂટ કરવામાં આવી રહ્યો છે. આ ગીત માટે સેટ પર ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. સેટને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાનના લગ્ન 72 વર્ષની ઉંમરે થશે.
3/3

લગ્નની શૂટિંગ સાથે એક ગીત પણ છે. આ ગીતને વૈભવી મર્ચેંટે કૉરિયોગ્રાફ કર્યું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સેટ પર લગ્નનો સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ફૂલોથી સેટને ડેકોરેટ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં આ સલમાન અને કેટરીનાનું બીજુ ગીત હશે. સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ઈદનાં અવસર પર રીલીઝ થશે. ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રૉલમાં છે.
Published at : 04 Feb 2019 07:19 AM (IST)
View More





















