સલમાન ખાનની અનેક ફિલ્મો અત્યાર સુધી રિલીઝ થઈ છે પરંતુ દીપિકા પાદુકોણ અને સલમાન હજુ સુધી એક પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. પરંતુ દર્શકોને હવે તે સાથે જોવા મળી શકે છે. કારણ કે અહેવાલ મળી રહ્યા છે કે દીપિકા પાદુકોણ અને સલમાન ખાન ‘ટાઈગર ઝિંદા હૈ’ની સીક્વલમાં એક સાથે જોવા મળશે. બોલિવૂડમાં ચર્ચા છે કે આ ફિલ્મમાં દીપિકાનું માત્ર કેમિયો જ હશે.
2/3
તમને જણાવીએ કે, કેટરીના કૈફ આ પહેલાની બન્ને ફિલ્મોમાં સલમાન ખાન સાથે એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી અને લોકો હવે એવું વિચારી રહ્યા છે ત્રીજી ફિલ્મમાં કેટરીના નહીં હોય તો એ ખોટું છે. કારણ કે ફિલ્મની મુખ્ય હીરોઈન કેટરીના જ હશે. આમ તો કેટરીના અને દીપિકાને પણ ફિલ્મમાં એક સાથે જોવી એ રસપ્રદ હશે.
3/3
મુંબઈઃ સલમાન ખાનની સાથે આજે દરેક અભિનેત્રી સ્ક્રીન કરવા માગે છે. સલમાનની ફિલ્મમાં કોઈપણ અભિનેત્રી કામ કરવા તૈયાર થઈ જાય છે. જોકે, તમામ મોટી એક્ટ્રેસની સાથે સલમાને કામ કર્યું છે પરંતુ હજુ સુધી તેણે દીપિકા પાદુકોણ સાથે કોઈપણ ફિલ્મમાં કામ નથી કર્યું, પરંતુ લાગે છે કે હવે આ શક્ય બનવા જઈ રહ્યું છે.