શોધખોળ કરો
ટૂંક સમયમાં જ પિતા બનશે સલમાન ખાન? આ બોલિવૂડ એક્ટ્રેસે કર્યો ઇશારો
બિગ બોસ 13ના વીકએન્ડ કા વાર એપિસોડમાં રાની મુખર્જી પોતાની અપકમિંગ ફિલ્મ મર્દાની 2ના પ્રમોશન માટે આવી હતી.

નવી દિલ્હીઃ છેલ્લા ઘણાં વર્ષોથી ફેન્સ સલમાન ખાનના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આમ તો ખુદ સલમાને ઘણી વખત કહ્યું છે કે, તે હવે લગ્ન નથી કરવાના. પરંતુ એવી ચર્ચા છે કે સલમાન ખાન ટૂંકમાં જ પિતા બનવા જઈ રહ્યા છે. વાત એમ છે કે શનિવારે બિગ બોસ 13ના વીકએન્ડ કા વાર એપિસોડમાં રાની મુખર્જી પોતાની અપકમિંગ ફિલ્મ મર્દાની 2ના પ્રમોશન માટે આવી હતી. જ્યાં તેણે સલમાનને કહ્યું કે તે તેનાથી ખૂબ નારાજ છે કારણ કે તેણે આપેલું વચન પૂરું કર્યું નથી.
આ વાત પર સલમાને રાનીને પૂછ્યું કે, એવું ક્યું વચન છે જે મેં પૂરું નથી કર્યું? જેના પર રાનીએ બિગ બોસની 11મી સીઝનની એક ક્લિપ બતાવી જ્યારે તે ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવી હતી. તે સમયે સલમાને તેને ટૂંક સમયમાં જ બાળક લાવવાનું વચન આપ્યું હતું. વીડિયોમાં રાની સલમાનને કહી રહી છે કે, ‘ચલો, તુ લગ્ન ના કર, બાળક તો લાવ’ જેના પર સલમાને હા પાડી હતી. આ કિસ્સાને યાદ અપાવતા રાનીએ સલમાનને પૂછ્યું કે, તેના બાળકો ક્યારે આવશે? જેના પર સલમાને કહ્યું કે, તેનું બાળક હજું નહીં આવે. જેના પર હસતા રાનીએ કહ્યું કે, ‘શું હજુ 18 મહિના બાદ આવશે’. રાની તેમ પણ કહ્યું કે સાચેમાં સલમાનનું એક બાળક થવાનું છે. આ સાંભળીને સલમાને કહ્યું કે રાની ક્યારેય ખોટું નથી બોલતી. આ નિવેદન પાછળ સીક્રેટ શું છે, તે તો બાદમાં જ જાણ થશે.#Mardaani2 se #RaniMukerji aayi #WeekendKaVaar ke stage par! Dekhiye inka yeh mazedaar game aaj raat 9 baje. Anytime on @justvoot @Vivo_India @BeingSalmanKhan #BiggBoss13 #BiggBoss #BB13 #SalmanKhan pic.twitter.com/0ibp387R8F
— Bigg Boss (@BiggBoss) December 7, 2019
વધુ વાંચો





















