કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ
લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. કપલના લગ્નમાં 200 મહેમાનો આવવાની અટકળો સામે આવી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની હાજરીને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે,
![કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ Salman Khan will not attend Katrina Kaif and Vicky Kaushal marriage ceremony કેટરીનાના લગ્નમાં નહીં જાય પૂર્વ પ્રેમી સલમાન ખાન, અચાનક છેલ્લી ઘડીએ પાડી દીધી ના, જાણો કેમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/fb15d5a9d09e09ddfd3b46e27b3dbe9e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બૉલીવુડનુ સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ 9મી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઇ જશે. ઘણાબધા સ્ટાર્સ બન્નેના લગ્નના સાક્ષી બનવા માટે હાજરી આપશે. બન્નેના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થશે. આની શરૂઆત લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. કપલના લગ્નમાં 200 મહેમાનો આવવાની અટકળો સામે આવી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની હાજરીને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, સલમાન કેટરીના અને વિક્કીના લગ્નમાં નહીં જાય.
સલમાને કેટરીનાના લગ્નમાં નહીં આપે હાજરી-
કેટરીના અને વિક્કી કૌશલના લગ્નને લઇને સલમાન ખાન ખુશ છે, પરંતુ સલમાને છેલ્લી ઘડીએ લગ્નમાં હાજરી આપવાની ના પાડી દીધી છે. ઘણી ફિલ્મોમાં તેનો કો-સ્ટાર રહી ચૂક્યો છે. તે એક્ટ્રેસનો મેન્ટર રહી ચૂક્યો છે. તેને વિકી કૌશલ પસંદ છે અને તેમના માટે ખુશ છે'. રિપોર્ટ છે કે સલમાન દબંગ ટુર પર જવાનો છે. વિકી-કેટરિનાના લગ્ન 9 ડિસેમ્બરે છે, તેના એક દિવસ પછી સલમાન ખાનની દબંગ ટૂર યોજાવાની છે. આ વર્ષે 10 ડિસેમ્બરે ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. સલમાન ખાન સાથે પ્રભુ દેવા, દિશા પટની, ગુરુ રંધાવા, જેકલીન ફર્નાન્ડીઝ, સાઈ માંજરેકર, આયુષ શર્મા, મનીષ પોલ, સુનીલ ગ્રોવર આ ઈવેન્ટમાં જોડાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન મુંબઈ પરત ફર્યા બાદ નવપરિણીત કપલ વિકી-કેટરિના માટે રિસેપ્શન જેવા મોટા ફંક્શનનું આયોજન કરશે.
સલમાનનો બૉડીગાર્ડ કરશે સિક્યૂરિટી-
પિન્કવિલાના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનના બૉડીગાર્ડ શેરની સિક્યૂરિટી એજન્સી ટાઇગર સિક્યૂરિટી લગ્નમાં સિક્સ સેન્સસ ફોર્ટ પર સુરક્ષા પુરી પાડશે. દિલચસ્પ એ છે કે બન્નેના લગ્નને લઇને #Vickat હેશટેગ પણ ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને સલમાન ખાન સારા મિત્રો છે, અને સલમાન પોતાની ફિલ્મ માટે પણ હંમેશા કેટરીનાને જ પહેલી અપ્રૉચ કરે છે. અગાઉ બન્ને વચ્ચેના અફેરનની પર ચર્ચાઓ સામે આવી હતી.
કેટ-વિક્કીના લગ્નમાં નૉ ફોન પૉલીસી-
કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને લઇને પહેલા ખુબ કડકાઇ રાખવાના સમાચાર છે, કેમ કે આ જોડી લગ્નને એકદમ પ્રાઇવેટ રાખવા માંગે છે. રિપોર્ટમાં એ વાત કહેવામાં આવી રહી છે કે લગ્નમાં હાજર રહેનારા મહેમાનોને કેટલીક શરતોનુ પાલન કરવુ પડશે. લગ્નની જગ્યાા પર ફોન લઇ જવાની પણ મંજૂરી નથી. આમ તો કૈટરીના અને વિક્કી કૌશલના લગ્નને લઇને દરેક જગ્યાએ ચર્ચા છે, અને બધાની નજર આ લગ્ન પર ટકેલી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)