શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ પહેલા મુશ્કેલીમાં, ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં થઈ અરજી
સલમાનની ફિલ્મનના નામને લઈને દિલ્લી હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યવસાયિક ફાયદા માટે આ નામનો પ્રયોગ કરી શકાય નહી.
મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ને રિલીઝના થોડા દિવસો બાકી છે તે પહેલાજ વિવાદોમાં સપડાઈ છે. ફિલ્મની રિલીઝ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. સલમાનની ફિલ્મનના નામને લઈને દિલ્લી હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે. જેમાં તેના નામને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
અરજીકર્તાનું કહેવું છે કે ‘ભારત’ નામનો ઉપયોગ કોઈ ફિલ્મ માટે કરી શકાય નહીં. પોતાના આ નામના કારણે સલમાનની ફિલ્મ સેક્શન 3 નું ઉલ્લંઘન કરી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યવસાયિક ફાયદા માટે આ નામનો પ્રયોગ કરી શકાય નહી.
એટલું જ નહીં અરજીકર્તાએ ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવેલા સલમાનના તે ડાયલોગમાં પણ ફેરફાર કરવાની માંગ છે કે જેમાં સલમાન કહે છે કે ક્યોકી ઉનકા નામ ભારત હૈ ઉસલિયે વો કોઈ સરનેમ નહીં લગા રહે. હવે અરજી પર કોર્ટના નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે કે ફિલ્મ ઇદ પર રિલીઝ થશે કે નહીં.
અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ભારત માં અભિનેત્રી કેટરીના કૈફ અને દિશા પટણી પણ નજર આવશે. ફિલ્મ પાંચ જૂને રિલીઝ થવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement