સલીમ ખાને પોતાની પોસ્ટમાં તે લોકો પર પ્રહાર કરતાં જોવા મળે છે જે પીડિતાઓને વારંવાર એ સવાલ કરી રહ્યાં છે કે જ્યારે તેનું જાતીય શોષણ થયું ત્યારે તેઓ શા માટે ચૂપ હતી અને આટલા વર્ષો પછી શા માટે આ મુદ્દે વાત કરી રહી છે. નોંધનીય છે કે, તનુશ્રી દત્તાથી લઈને વિંટા નંદી સાધુ વારંવાર તેનમે આ સવાલો પૂછાય રહ્યાં છે.
2/3
સલિમ ખાને સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, ‘તેમની પાસે બચાવ માટે માત્ર એક જ સવાલ છે કે આટલું મોડું શા માટે કર્યું?’ કારણ કે ક્યારેય નહિ કરતા મોડું વધારે સારું છે. તમારે પરિણામની રાહ જોવાની જરૂર નથી. તમે પહેલેથી જ પબ્લિકનો સપોર્ટ મેળવી ચૂક્યા છો. વ્યક્તિ પહાડથી નીચે પડે તો ઉભો થઈ શકે છે પરંતુ પોતાની નજરમાં નહીં.’
3/3
નવી દિલ્હીઃ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંચાલી રહેલ #MeToo મૂવમેન્ટ અંતર્ગત જાણીતા લોકો પર જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યા છે. અનેક દિગ્ગજ સ્ટાર આ લડાઈમાં પીડિતોની સાથે જોવા મળી રહ્યા છે. જોકે, કેટલાક સ્ટાર એવા પણ છે જે આ મુદ્દે મૌન રાખ્યું છે, જેમાંથી એક છે સલમાન ખાન પણ સલમાન ખાનના પિતાએ આ મુદ્દે નિવેદન આપ્યું છે.