શોધખોળ કરો
Advertisement
કેન્સરની સારવાર માટે સંજય દત્ત મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ
રવિવારે લીલાવતી હોસ્પિટલમાં સંજય દત્તની સારવાર સાથે જોડાયેલા એક ડૉક્ટરે એબીપી ન્યૂઝને જણાવ્યું કે સંજય હાલ વિદેશ ન જઈ મુંબઈમાં જ પોતાની સારવાર કરાવી શકે છે.
મુંબઈ: ફેફડાના કેન્સર સામે લડી રહેલા સંજય દત્ત આજે સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે સંજય દત્તને ફેફડાનું કેન્સર એડવાંસ્ડ સ્ટેજમાં પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત આ શનિવારે 15 ઓગષ્ટે ટેસ્ટ કરાવવા માટે આ અંબાણી હોસ્પિટલમાં જોવા મળ્યો હતા, તેના એક દિવસ બાદ રવિવારે સંજય દત્ત સવારથી જ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમના પર ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાંજે 5.15 વાગ્યે સંજય દત્ત લીલાવતીથી પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા.
આજે સાંજે 7 વાગ્યે સંજય દત્તને બાંદ્રાના ઈમ્પીરિયલ હાઈટ બિલ્ડિંગમાંથી હોસ્પિટલમાં દાખલ થવા માટે નીચે ઉતર્યા, તો તેની સાથે પત્ની માન્યતા દત્ત, તેની બે બહેનો પ્રિયા દત્ત, નમ્રતા દત્ત જોવા મળી અને સાથે કેટલાક નજીકના લોકો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન સંજય દત્ત ખૂબ જ શાંત જોવા મળ્યા હતા અને જતા-જતા તેમણે ફોટોગ્રાફરોને વિક્ટરી સાઈન બતાવતા પોતાના માટે દુઆ કરવાની વાત પણ કહી હતી.
એ વાતની ચર્ચા હતી કે સંજય દત્ત પોતાની સારવાર માટે અમેરિકા જવા ઈચ્છે છે, પરંતુ મુંબઈ બોંબ બ્લાસ્ટના આરોપી હોવાના કારણે તેને અમેરિકા જવાની મંજૂરી ન મળે તો તે સિંગાપુર સારવાર માટે જઈ શકે છે.
રવિવારે લીલાવતી હોસ્પિટલમાં સંજય દત્તની સારવાર સાથે જોડાયેલા એક ડૉક્ટરે એબીપી ન્યૂઝને જણાવ્યું કે સંજય હાલ વિદેશ ન જઈ મુંબઈમાં જ પોતાની સારવાર કરાવી શકે છે.
હાલ તો કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલને સંજય દત્તની સારવારને લઈને કોઈ નિવેદન જાહેર નથી કર્યું અને નથી એ જણાવ્યું કે સંજય દત્ત ક્યાં સુધી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement