શોધખોળ કરો
Advertisement
ડાન્સર સપના ચૌધરી આ યુવક પર થઈ ફિદા, વીડિયો થયો વાયરલ
આ વીડિયોમાં સપનાનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તેઓ એક છોકરા સાથે રોમાંટિક સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહી છે.
નવી દિલ્હીઃ હરિયાણાની ક્વીન સપના ચૌધરીની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેના ફેન્સ સોશિયલ મીડિયા પર સપનાના વીડિયોને શેર કરતાં રહે છે. હવે હાલમાં જ સપનાના ફેન્સને તેનો એક વીડિયો શેર કર્યો છે જે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સપના એક વ્યક્તિની સાથે ચુરા લિયા હૈ તુમને ગાને પર ડાન્સ કરતાં જોવા મળી રહી છે.
આ વીડિયોમાં સપનાનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તેઓ એક છોકરા સાથે રોમાંટિક સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહી છે. આ વીડિયો જોઈ સપના ચૌધરીના ફેન્સ ઘણા હેરાન છે. જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં સપના ચૌધરી તેના એક દોસ્ત સાથે નજરે આવી રહી છે. બન્ને બોલિવૂડ સોંગ પર એક્ટ અને ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. જોકે આ દોસ્ત કોણ છે તે વિશે હાલ કોઈ મોહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે સપના ચોધરી સતત ચર્ચામાં હોય છે. થોડા દિવસ પહેલા સપના ચૌધરી બીજેપીમાં જોડાશે એવા સમાચાર વહેતા થયા હતા. સપના ચૌધરી દિલ્હીથી ભાજપા ઉમેદવાર મનોજ તિવારી સાથે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી હતી. પરંતુ ત્યાં સપનાએ કહ્યું હતું કે તેઓ બીજેપીમાં સામેલ નથી થઈ તેઓ માત્ર મનોજ તિવારી માટે વોટ અપીલ કરવા આવી છે કારણ તે મનોજ તિવારી તેના સારા મિત્ર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement