હવે બિગબૉસના દિવાળી વીકને શાનદાર બનાવવા માટે હરિયાણાની સ્ટાર ડાન્સર સપના ચૌધરી શૉમાં જોડાવવાની છે. બિગબૉસ ખબરીના ઇન્સ્ટા એકાઉન્ટ પર સપના ચૌધરીની ઘરમાં એન્ટ્રી થવાની માહિતી આપી છે. જોકે, હવે આ વાત કેટલી સાચી પડે તે સમયે નક્કી થશે.
2/6
3/6
4/6
સપના શૉમાં દિવાલી સેલિબ્રેશનમાં મહેમાન બનીને આવશે. દિવાળી વીક દરમિયાન બિગબૉસમાં જુના કન્ટેસ્ટન્ટના આવવાનો ટ્રેન્ડ રહ્યો છે. આ ગેસ્ટ ઘરવાળાઓને ટિપ્સ આપે છે. તેમના પ્રદર્શન વિશે બતાવે છે. બિગબૉસ 12ને ઓછી ટીઆરપી મળી રહી છે, આવામાં દિવાળી સ્પેશ્યલ વીક શૉ રેન્કિંગમાં વધારો કરી શકે છે.
5/6
સપના ચૌધરી બિગબૉસ-11ની સ્ટ્રોન્ગ કન્ટસ્ટન્ટ રહી, તેને સિઝન 11 દરમિયાન પોતાના ડાન્સ અને હરિયાણવી સ્વેગ બતાવીને દર્શકોનું દીલ જીતી લીધુ હતુ. તેનુ એગ્રેસિવ નેચર પણ ચર્ચામાં રહ્યું હતું, જોકે સપના શૉમાંથી જલ્દી બહાર થઇ ગઇ હતી તેમાં છતાં તેની પૉપ્યુલારિટી ઓછી નથી થઇ.
6/6
નવી દિલ્હીઃ આ વખતની દિવાળી બિગબૉસ માટે ખાસ બની રહેશે. આખુ વીક ધમાલ મસ્તીથી પસાર થવાનુ છે, કેમકે શૉમાં ગઇ સિઝનના દિગ્ગજ સ્ટાર્સ દેખાશે, શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાએ ઘરમાં એન્ટ્રી લઇ લીધી છે, અર્શી ખાનનું પણ નામ સામે આવ્યુ છે.