મેઘનાએ કહ્યું હતું કે, લગ્નની શરૂઆત પીઠી, મહેંદી અને પછી સંગીતથી થશે. આ પછી તે પહેલા કેથોલિક (મેઘનાની મા કેથોલિક છે) રિવાજથી ચર્ચમાં લગ્ન કર્યા હતાં. આ પછીથી તે હિંદુ રીતિરિવાજથી પણ લગ્ન કરશે. આ લગ્નમાં તે ઐશ્વર્યા રાયની જેમ જ કાંજીવરમ સાડી પહેરશે.
7/9
મુંબઈ: કન્નડ અભિનેત્રી મેઘના રાજ અને ચિરંજીવી સર્જા રવિવારે લગ્નના બંધનમાં બંધાયા હતાં. આ બન્ને સ્ટાર્સ આશરે એક દશક કરતાં પણ વધુ સમયથી એકબીજાને ઓળખતાં હતાં. બન્નેએ ગત વર્ષે જ સગાઈ કરી લીધી હતી. કેથોલિક રીતિરિવાજથી રવિવારે કોરામંગલા ચર્ચમાં બન્નેએ એકબીજાને વિંટી પહેરાવી હતી. લગ્નમાં બન્ને પરિવારો સહિત અર્જુન સર્જા, તારા, પ્રજ્જવલ દેવરાજ, ધ્રુર્વ સર્જા જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યાં હતાં.
8/9
મેઘનાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ચિરૂ અને મને ખબર જ હતી કે અમે એકબીજાના થઈ જ જશું. અમારો પરિવાર એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. અમે બન્ને ધીરે ધીરે સારા દોસ્ત બની ગયાં. તે મારો 4am ફ્રેન્ડ હતો.
9/9
મેના પહેલા અઠવાડિયામાં જ બન્ને ફરીથી હિંદુ રીતિરિવાજથી લગ્ન ગ્રંથીથી જોડાશે. મેઘના રાજ પોતાની ખૂબસુરતી અને એક્ટિંગ સ્કિલ્સથી ઓછા સમયમાં લોકપ્રિય થઈ ચૂકી છે. 27 એપ્રિલના રોજ તેની પીઠીની તસવીરો વાઈરલ થઈ હતી. જેમાં તે સુંદર લાગી રહી હતી.