શોધખોળ કરો
Advertisement
શાહિદ કપૂરની પાછળ પડી ગઈ’તી આ એક્ટ્રેસ, પીછો છોડાવવા શાહિદે.....
શાહિદ કપૂર લગ્ન પહેલા પોતાની ફિલ્મો કરતાં વધારે અફેર્સને લઈને ચર્ચામાં રહ્યા છે. શાહિદનું નામ ઘણી મોટી એક્ટ્રેસ સાથે જોડાયું હતું.
નવી દિલ્હીઃ શાહિદ કપૂર લગ્ન પહેલા પોતાની ફિલ્મો કરતાં વધારે અફેર્સને લઈને ચર્ચામાં રહ્યા છે. શાહિદનું નામ ઘણી મોટી એક્ટ્રેસ સાથે જોડાયું હતું. પરંતુ શાહિદના જીવનનો એક કિસ્સો એવો પણ છે જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. એક એક્ટ્રેસ શાહિદની પાછળ એ રીતે પડી ગઈ હતી કે તેનાથી પીછો છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વાસ્તવિકતા પંડિતને શાહિદ કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો. શાહિદના પ્રેમમાં તે એટલી પાગલ હતી કે, શાહિદને પતિ બનાવવા માગતી હતી. શાહિદ અને વાસ્તવિકતાના રિલેશનની ચર્ચા બોલિવૂડમાં જોરશોરથી થઈ રહી હતી. તે પોતાના શાહિદની મોટી ફેન ગણાવે છે. આ ઉપરાંત તેમના દરેક પ્રોજેક્ટ અને ફિલ્મો પર નજર પણ રાખે છે. ક્યારેક તે શાહિતને રસ્તા પણ રોકી લેતી હતી. આ પરેશાનીથી શાહિદ કપૂરે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીઘી હતી.
પિતા રાજકુમારના મૃત્યું બાદ વાસ્તવિકતાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ, તેના પિતાને જે સ્ટારડમ મળ્યું હતું એ તેમને મળ્યું નથી. જોકે, હાલમાં વાસ્તવિકતા ક્યાં છે એ કોઈને ખબર નથી. જ્યારે શાહિદ કપૂર પત્ની મીરાં અને તેમના બે સંતાનો સાથે ખુશીથી જીવન જીવી રહ્યો છે. થોડી દિવસ પહેલા જ તેમની નવી ફિલ્મ કબીરસિંહનું ટીઝર રિઝી થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement